FAMILY ATTACKED AT TOLL PALZA : વારાહી ટોલ પ્લાઝાનું ઇન્ડીકેટર નીચું ન થવા જેવી નજીવી બાબતે સરપંચ પરિવાર પર હુમલો

FAMILY ATTACKED AT TOLL PALZA : વારાહી ટોલ પ્લાઝાનું ઇન્ડીકેટર નીચું ન થવા જેવી નજીવી બાબતે સરપંચ પરિવાર પર હુમલો

FAMILY ATTACKED AT TOLL PALZA
FAMILY ATTACKED AT TOLL PALZA

ગોવિંદપરના સરપંચ પુત્રની ગાડીમાં મહિલાઓ હોવા છતાં આવી લુખ્ખાગીરી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ વારાહી ટોલ પ્લાઝાનું ઇન્ડીકેટર નીચું ન થવા જેવી નજીવી બાબતે ટોલકર્મીઓની દાદાગીરીનો બનાવ સામે આવ્યો

FAMILY ATTACKED AT TOLL PALZA
FAMILY ATTACKED AT TOLL PALZA

રાપરના બદરગઢ ગોવિંદપરના સરપંચ પુત્ર લાલા મશરૂ ભરવાડ પરિવાર સાથે સરપંચના ભત્રીજા વહુ નીલીબેન દેવાભાઇ રાધનપુર ડીલીવરી કરાવી પરત ફરી રહ્યા હતા ત્યારે વારાહી ટોલ પ્લાઝા ઉપર ઇન્ડીકેટર નીચું ન થવા જેવી નજીવી બાબતે ટોલ પ્લાઝાના 25 થી વધુ માથાભારે કર્મીઓ દ્વારા લાકડી અને હથિયાર સાથે હુમલો કર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ગાડીમાં પરિવારની મહિલાઓ હોવા છતાં લુખ્ખાગીરી કરનાર વારાહી ટોલ પ્લાઝાના ગુંડાતત્વો પર કડક કાર્યવાહી કરાય તેવી માંગ સાથે ભરવાડ સમાજ લાલધુમ થયો છે.

આ બાબતે મળતી માહિતી મુજબ, રાપર તાલુકાના બાદરગઢ ગોવિંદપરનો પરિવાર રાધનપુર હોસ્પિટલ ખાતે નિલીબેન ડીલીવરી કરી હોસ્પિટલથી પરત ગોવિંદપર આવી રહ્યા હતા ત્યારે વારાહી ટોલ પ્લાઝા ઉપર નજીવી બાબતે કોઈ કારણોસર ઇન્ડિકેટર નીચેના થયું જે બાબતે 20 થી 25 લોકોનું ટોળું ધોકા સાથે સ્કોપિયો ગાડી ઉપર ગોવિંદપર સરપંચના પુત્ર તથા પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

FAMILY ATTACKED AT TOLL PALZA
FAMILY ATTACKED AT TOLL PALZA

જીપ ઉપર ધોકા મારીને કાચ ફોડી નાખવામાં આવ્યા હતા, તો આ હુમલામાં 32 વર્ષીય બાબુ લખમણ ભરવાડ સહિત ત્રણ જણાને નાની મોટી ઇજા પહોંચતા તમામ લોકો જીવ બચાવીને પ્લાસવા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવી પોહચ્યાં હતા.ટોલ પ્લાઝા ઉપર અમુક લુખ્ખા તત્ત્વો દ્વારા ખુલ્લી દાદાગીરી કરાતી હોવાના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે જોવા મળે છે. આવા તત્વો સામે પોલીસ અધિકારી દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.

વારાહી પીએસઆઇ વાય.એન. પટેલ જણાવ્યું હતું કે, ટિકિટ ઓપરેટરે લાઈન ચેન્જ કરવા બાબતે કહેતા ગાડીમાંથી બે જણા ઉતરી ટિકિટ ઓપરેટરને મારવા લાગ્યા હતા.સામે આ લોકો પણ મારવાનું ચાલુ કર્યું હતું.ગાડીમાં સવાર ઈસમો આડેસર પાસેના ગામનાં ભરવાડ સમાજના લોકો હોવાનું જાણવા મળ્યું છે કે લોકો ફરિયાદ કરવા માટે આવી રહ્યા છે. ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર હકીકત શું હતી જે અંગે તપાસ કરવામાં આવશે. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરીશું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *