PM-JAY : ગુજરાત રાજ્ય આરોગ્ય પાછળ સૌથી વધુ ખર્ચ માં બીજા ક્રમે… ૬૫ લાખ દર્દીઓ પાછળ ₹ ૧૪૯૯૨૨ કરોડનો ખર્ચ

PM-JAY : પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતના ૬૫.૦૫ લાખ દર્દીઓ પાછળ રૂપિયા ૧૪૯૨૨ કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ યોજના હેઠળ સૌથી વધુ સારવાર ખર્ચ થયો હોય તેવા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને છે. આ ઉપરાંત ગુજરાતમાંથી છેલ્લા છ વર્ષમાં ૨૩૩ હોસ્પિટલ આ યોજનામાંથી નીકળી ચૂકી છે.
સાધારણ સ્થિતિ ધરાવતા દર્દીને પણ કોઈ આર્થિક બોજ વિના સારામાં સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે આ યોજનાનો ૨૦૧૮માં પ્રારંભ થયો હતો. પહેલી માર્ચ ૨૦૨૫ની સ્થિતિએ આયુષ્યમાન યોજના પાછળ સૌથી વધુ દર્દી તેમજ ખર્ચ નોંધાયો હોય તો તેમાં આંધ્ર પ્રદેશ મોખરે છે. આંધ્ર પ્રદેશમાં ૭૯.૧૫ લાખ દર્દીઓ પાછળ ₹૧૭૭૮૭ કરોડનો ખર્ચ છેલ્લાં સાડા છ વર્ષમાં કરાયો છે. બીજી બાજુ ગુજરાત આ યાદીમાં બીજા સ્થાને છે. ગુજરાતના પ્રત્યેક દર્દી પાછળ આયુષ્યમાન યોજના પેટે સરેરાશ બાવીસ હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. સમગ્ર દેશમાંથી આ યોજના પેટે કુલ રૂપિયા ૮.૯ કરોડ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે અને તેમની પાછળ ₹ ૧.૨૬ કરોડનો ખર્ચ થયો છે.
PM-JAY : આ આયોજનમાં પ્રત્યેક પરિવારને સરેરાશ પાંચ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળે છે. ૧૩૮૬૬ ખાનગી સહિત કુલ ૩૦૯૫૭ હોસ્પિટલ આ યોજના સાથે જોડાયેલી છે. સરકાર દ્વારા વધુને વધુ હોસ્પિટલો આ યોજનામાં જોડાય તેના માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. પરંતુ ચૂકવણીમાં ધાંધિયાને પગલે અનેક ખાનગી હોસ્પિટલો હવે આ યોજનામાંથી બહાર નીકળી રહી છે. ૨૦૨૪/૨૫માં સૌથી વધુ હોસ્પિટલો આ યોજનામાંથી બહાર નીકળી હોય તેમાં ગુજરાત મોખરે છે.
ગુજરાતમાં આ વર્ષની ૧૪ જાન્યુઆરી સુધીમાં જ ખાનગી હોસ્પિટલોએ રૂપિયા ૩૧.૫૮ કરોડના ખોટા બિલ મૂકીને ક્લેઇમ પાસ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોગ્ય વિભાગ પહેલાંથી જ સતર્ક રહ્યું હોત તો ખોટા ક્લેઇમ પાસ કરાવવાનો આ આંક હજુ વધારે ઊંચો ગયો હોત તેમ જાણકારોનું માનવું છે. PMJAY હેઠળ ખાનગી હોસ્પિટલો દ્વારા બિલની સૌથી વધુ ગેરરીતિ થઈ હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ રૂપિયા ૧૩૯ કરોડ સાથે મોખરે છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો