OPERATION KELLER : જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર

OPERATION KELLER : જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકી ઠાર

OPERATION KELLER
OPERATION KELLER

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેનાએ આતંકવાદી સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરાયા બાદ સેનાએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. જોકે, હજુ સુધી આ આતંકવાદીઓના પહલગામ હુમલાના કનેક્શન વિશે કોઈ પુરાવા સામે નથી આવ્યા.

નાકાબંધી બાદ શરૂ કરાયું સર્ચ ઓપરેશન

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના શુકરૂ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

 લશ્કરના આતંકવાદીઓના મોત

OPERATION KELLER
OPERATION KELLER

પ્રાથમિક માહિતી અનુસાર, અથડામણમાં કુલગામ જિલ્લાથી શરૂ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. જોકે, બાદમાં સેનાની જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ હતી, જેમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓના મોત નિપજ્યા છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, સર્ચ ઓપરેશન હજુ યથાવત છે.

OPERATION KELLER સુરક્ષા દળોએ હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદથી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં શોધખોળ શરૂ કરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *