Olympics 2036: અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજનની તૈયારી? ભારતે IOCને પત્ર લખી દાવેદારી નોંધાવી

Olympics 2036Olympics 2036: ભારતે ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની પૂર્વ તૈયારી કરી લીધી છે. આ માટે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA) દ્વારા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રને લેટર ઑફ ઇન્ટેન્ટ કહેવામાં આવે છે. જો ભારતને ઓલિમ્પિકની યજમાની કરવાની મંજૂરી મળે તો શક્યતા છે કે અમદાવાદ શહેરમાં રમતોનો આ મહાકુંભ યોજાય. 

Olympics 2036: લેટર ઑફ ઇન્ટેન્ટ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી

કેન્દ્રીય રમતગમત મંત્રાલયના કેટલાક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે 1 ઓકટોબરના રોજ એક પત્ર લખીને એટલે કે લેટર ઑફ ઇન્ટેન્ટ દ્વારા ઈચ્છા વ્યક્ત કરી છે કે ભારતમાં ઓલિમ્પિક 2036નું આયોજન કરવામાં આવે. હાલ 2032 સુધીના ઓલિમ્પિકની યજમાની નક્કી થઈ ગઈ છે. 2028માં લોસ એન્જલસ અને 2032માં બ્રિસ્બેનમાં ઓલિમ્પિકની યજમાની કરવામાં આવી હતી. ભારતે છેલ્લે દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. અગાઉ 1982 અને 1951માં ભારતે એશિયન ગેમ્સની યજમાની પણ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે PM મોદીએ અગાઉ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના પ્રસંગે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ‘ભારત ઓલિમ્પિક 2036ની યજમાની કરી શકે એમ છે. ભારતના ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લિટસ તરફથી મળતા પ્રતિભાવને ખાસ નોંધવામાં આવશે અને કોઈપણ નાની વિગત રહી ન જાય તેની ખાતરી કરવામાં આવશે’ 

જો ભારતને ઓલિમ્પિક 2024 ની યજમાની મળે તો યોગ, ખો-ખો અને કબડ્ડી જેવી રમતોનો પણ ઓલિમ્પિકમાં સમાવેશ થઈ શકે છે. આ સિવાય ક્રિકેટ, ચેસ અને સ્કવોશ જેવી રમતો કે જેમાં ભારત મેડલ પણ લાવી શકે એમ છે તેનો પણ સમાવેશ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *