Oil : સિંગતેલ મોંઘુ થયું, તહેવારોની સીઝનમાં જ જનતાને ઝટકો, જાણો ડબ્બે કેટલાનો વધારો

Oil : સિંગતેલ મોંઘુ થયું, તહેવારોની સીઝનમાં જ જનતાને ઝટકો, જાણો ડબ્બે કેટલાનો વધારો

Oil : ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં વધારો, એક જ અઠવાડિયે ભાવમાં નોંધપાત્ર તેજી ગ્રાહકો માટે ચિંતાનો વિષય, જાણો કેટલો વધ્યો ભાવ ?

Oil : તહેવારોની સિઝનમાં ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. વાસ્તવમાં ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું વિક્રમ ઉત્પાદન નોંધાયું છે. રાજ્યભરમાં આશરે 66 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. આ, છતાં બજારમાં તેલના ભાવોમાં અનિચ્છનીય વધારો નોંધાયો છે.

Oil : રાજ્યમાં ખાસ કરીને સિંગતેલના ભાવમાં એક જ અઠવાડિયે 30 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જેને કારણે સામાન્ય વપરાશકર્તાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

Oil : હવે જો આપણે સિંગતેલની વાત કરીએ તો ભાવ 2360 રૂપિયાથી વધી 2390 રૂપિયા પ્રતિ ડબ્બો થયો છે. આ સાથે કપાસિયા તેલમાં 15 રૂપિયાનો ઉછાળો થતાં હવે ભાવ 2265થી વધીને 2315 રૂપિયા પ્રતિ ડબ્બો થયો છે. આ સાથે પામતેલમાં 10 રૂપિયાનો વધારો થતાં હવે ભાવ 2025થી વધી 2030 રૂપિયા પ્રતિ ડબ્બો થયો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *