
અમદાવાદમાં હીટ એન્ડ રનની બીજી ઘટના બની હતી. પૂર્વ વિસ્તારની આ ઘટનામાં યુવકનું મોત નિપજ્યું છે.
અમદાવાદમાં ગઈકાલે જ હીટ એન્ડ રનની ઘટનામાં બીએમડબલ્યુ કાર ચાલકે દંપત્તિને અડફેટે લીધા બાદ પરી આ ઘટના સામે આવી છે જેથી આ મામલે ટ્રાફીક પોલીસ દ્વારા સ્થળ પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં સતત 24 કલાકની અંદર આ બીજો બનાવ નોંધાયો હતો. નરોડા પાટીયાથી ગેલેક્સી તરફ જતા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. અજાણ્યા વાહનની ટક્કરે બાપુનગરના યુવાનનું મોત નિપજ્યું છે.
ટ્રાફીક પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ગમખ્વાર રીતે વાહનો ચલાવતા વાહન ચાલકોના કારણે આ ઘટનાઓ સતત વધી રહી છે. તેમાં પણ અમદાવાદમાં વિવિધ માર્ગો પર અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે.
ગઈકાલની BMW કાર ચાલકની ઘટના પણ ગંભીર
અમદાવાદમાં સિમ્સથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તે BMW કાર ચાલકે દંપત્તિને ટક્કર મારી હતી. કાર ચાલક ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, નશામાં હોવાની આશંકા છે કેમ કે, કારમાંથી દારુ મળી આવ્યો છે. કાર ચાલક સામે હિટ એન્ડ રન તેમજ દારુના મામલે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીએમડબલ્યુ કાર ચાલકે દંપત્તિને અડફેટે લીધા હતા જેમને તત્કાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતા બીએમડબલ્યું કાર ચાલ કાર ત્યાંથી મુકીને ફરાર થઈ ગયો હતો. સોલા પોલીસે કાર માલિક સામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી તેવામાં ફરી બીજી ઘટના અમદાવાદ પૂર્વ વિસ્તારમાં બની છે.