
NEWS MANDVI : માંડવીના માત્ર અઢી વર્ષના નાના બાળક મૌર્ય સંઘવીએ માંડવીનું ગૌરવ વધાર્યું.
NEWS MANDVI : ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સંગીત ક્ષેત્રે રેકોર્ડ નોંધાવ્યુ.
NEWS MANDVI : માંડવીના માત્ર અઢી વર્ષના નાના બાળક મૌર્ય પારસભાઈ સંઘવીએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સંગીત ક્ષેત્ર રેકોર્ડ નોંધાવીને માંડવી નું ગૌરવ વધારેલ છે.
NEWS MANDVI : માંડવીના મૌર્ય પારસ સંઘવી કે જેની ઉંમર માત્ર અઢી વર્ષની છે તેણે તાલમાં ઢોલ વગાડીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
NEWS MANDVI : મૌર્ય ને સંગીત તેની માતૃશ્રી હર્ષિદાબેન સંઘવી કે જે શાસ્ત્રીય સંગીતમાં વિશારદ છે તેમની પાસેથી સંગીત વારસામાં મળેલ હોવાનું માંડવીના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
NEWS MANDVI : અત્રે એ ઉલ્લેખનીય છે કે માંડવી નગર સેવા સદનના ટાઉન પ્લાનિંગ કમીટી ના ચેરમેન અને માંડવીની સરકારી પ્રાથમિક શાળા, જૈનનુંતન પ્રાથમિક શાળા નંબર ૩ ના પૂર્વ વિદ્યાર્થી પારસભાઈ ભુજંગીભાઈ સંઘવીના મૌર્ય સંઘવી પુત્ર થાય છે. મૌર્ય પારસ ભાઈ સંઘવીને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે