
NEET UG યુજી-નીટમાં 11.21 લાખ વિદ્યાર્થી પાસ : યુવતીઓની સંખ્યા વધુ
NEET UG અમદાવાદ: ધો.૧૨ સાયન્સ પછીના મેડિકલ સહિતના ચાર યુજી કોર્સીસમાં પ્રવેશ માટેની ૩ મેની નીટ પરીક્ષા પેપર લીકને લીધે રદ થયા બાદ ૨૧ જુને લેવાયેલી ફરીવારની નીટ પરીક્ષાનું પરિણામ આજે રાત્રે એનટીએ દ્વારા જાહેર કરી દેવાયુ છે.જેમાં દેશભરમાંથી ૧૧.૨૧ લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે.જેમાં યુવકો કરતા યુવતીઓની સંખ્યા વધારે છે.

NEET UG એનટીએ દ્વારા અગાઉ ૩ મેએ લેવાયેલી નીટમાં ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરંતુ આ પરીક્ષા રદ થયા બાદ ફરીથી લેવાયેલી ૨૧ જુનની નીટમાં વિદ્યાર્થી ઘટતા ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીએ આપી હતી. જેમાં ગુજરાતના ૭૭ હજારથી વધુ વિદ્યાર્થી હતા. આજે જાહેર થયેલા રી-નીટના પરિણામમાં ૧૧.૨૧ લાખ વિદ્યાર્થી ક્વોલિફાઈ થયા છે.એનટીએ દ્વારા જાહેર વિગતો મુજબ ૭૨૦માંથી ૧૩૮ વિદ્યાર્થીએ ૬૯૦થી વધુ માર્ક મેળવ્યા છે. જ્યારે ૯૩ ટકા વિદ્યાર્થીઓ પ્રથમવાર નીટ યુજીમાં હાજર રહ્યા હતા. ૯૯ ટકા વિદ્યાર્થી ૧૭થી૧૯ વર્ષ વચ્ચેના હતા.
NEET UG ૭૨૦માંથી હાઈએસ્ટ ૭૧૫ માર્ક બે વિદ્યાર્થીને છે.જેમાં પંજાબનો આર્યન ગુપ્તા અને હરિયાણાનો પંશુલ બંસલ છે. ૧૯ વિદ્યાર્થીઓને ૭૦૦થી વધુ તથા ૧૪૯૨ વિદ્યાર્થીને ૬૫૦થી વધુ, ૧૦૧૬૦ વિદ્યાર્થીને ૬૦૦થી વધુ અને ૯૦૭૮૦ વિદ્યાર્થઈને ૫૦૦થી વધુ માર્ક છે. કુલ પાસ થનારા ૧૧.૨૧ લાખ વિદ્યાર્થીમાં ૫૬.૮૦ ટકા વિદ્યાર્થિનીઓ અને ૫૫.૧૦ ટકા વિદ્યાર્થીઓ છે.
NEET UG એનટીએના જણાવ્યા મુજબ ૧૩૮ ટોપ રેન્કર કુલ ૬૬ શહેરોમાંથી છે.જેમાં ગુજરાતનો વિદ્યાર્થી પણ છે. ૭૦૫થી વધુ માર્ક મેળવનારા ટોપ ૧૭ રેન્કરમાં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નથી. આ ૧૭ રેન્કર પંજાબ,હરિયાણા, રાજસ્થાન, ઉ.પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ અને તેલંગાણા સહિતના ૮ રાજ્યોના છે.એનટીએ દ્વારા આજે ફાઈનલ આન્સર કી પણ જાહેર કરી દેવાઈ હતી.જેમાં એક પ્રશ્ન રદ કરાયો હતો અને એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા હોવાનું જાહેર કરાયુ છે.
