
કોમનવેલ્થ ગેમ્સમાં નીરજનો ઇતિહાસ, ગોલ્ડ નહીં પણ જીત્યો ગૌરવ
Neeraj Chopra કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. ગોલ્ડ મેડલથી વંચિત રહ્યા છતાં તેઓ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જેવલિન થ્રોમાં ભારત માટે બે મેડલ જીતનારા પ્રથમ ખેલાડી બન્યા છે.
Neeraj Chopra નીરજે ફાઇનલમાં પોતાના બીજા પ્રયાસમાં 85.83 મીટરનો થ્રો કરીને સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જોકે શ્રીલંકાના રૂમેશ થારંગા પાથિરાગેએ 89.75 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
આ પણ જુવો : મચ્છુ-2 ડેમ 100% ભરાતાં હાઈ એલર્ટ
Neeraj Chopra ભારત માટે વધુ એક ખુશીની વાત એ રહી કે યુવા ખેલાડી યશવીર સિંહે પોતાના અંતિમ પ્રયાસમાં 85.41 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વખત જેવલિન થ્રોના પોડિયમ પર બે ભારતીય ખેલાડીઓ સ્થાન મેળવવામાં સફળ રહ્યા. જ્યારે ભારતના અન્ય ખેલાડી રોહિત યાદવ સાતમા સ્થાને રહ્યા.
Neeraj Chopra પેરિસ ઓલિમ્પિક 2024ના ગોલ્ડ મેડલ વિજેતા પાકિસ્તાનના અર્ષદ નદીમ આ વખતે નિરાશાજનક પ્રદર્શન કરતા નવમા સ્થાને રહ્યા અને પ્રથમ ત્રણ પ્રયાસ બાદ જ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા.
Neeraj Chopra નીરજ ચોપડાએ અગાઉ 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે 2026માં સિલ્વર મેડલ જીતતા તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીતનારા ભારતના પ્રથમ જેવલિન થ્રોઅર બન્યા છે. યશવીર સિંહના બ્રોન્ઝ સાથે ભારતે આ સ્પર્ધામાં જેવલિન થ્રોમાં શાનદાર સફળતા મેળવી છે.
