
ગુજરાત માં નવરાત્રિ પર ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ, એટલે કે 21થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદી ઝાપટાંની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી ચાર દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઃ અંબાલાલ
22 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પુન: વરસાદ અંગે જોઈએ તો નવરાત્રિની શરૂઆતમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 28 સપ્ટેમ્બરથી લગભગ 2-3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 4થી 6 ઇંચ, તો કોઈક ભાગમાં 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે કેટલીક નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે અને આ વરસાદથી વીજ પ્રપાતથી જાન-માલની જાળવણી એ હિતાવહ છે.