
રાષ્ટ્રગીત સાથે વંદે માતરમના જયઘોષ સાથે રાષ્ટ્ર ભક્તિમય માહોલ સાથે કામકાજ શરૂ
National flag : 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની આ વર્ષે પણ સમગ્ર દેશ ઉત્સાવેર અને ધામધૂમપૂર્વક ઉજવણી કરશે તેવું અત્યારથી જોવા મળી રહ્યું છે. ગત વર્ષે દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવી લોકોને ઘરે ઘરે તિરંગા લહેરાવા આહવાન કર્યું હતું. જેને લઇ સુરતમાં 50 કરોડથી વધુ તિરંગા બન્યા હતા અને સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરતના મોટા વેપારીને તિરંગાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. સુરતની પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.
National flag : દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં ગત 75 કા આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે સમગ્ર દેશમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો ભાગ બનવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું. જેમાં લોકોને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા ઘરે ઘરે તિરંગા લહેરાવીને રાષ્ટ્રભક્તિ દર્શાવવા આહવાન કર્યું હતું. જેને લઇ સમગ્ર દેશ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વને લઈ તિરંગાથી રાષ્ટ્રભક્તિમય બની ગયો હતો. ત્યારે આ વર્ષે પણ લોકોમાં તેટલા જ ઉત્સાહમાં રાષ્ટ્રભક્તિનો પ્રેમ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે પણ લોકો ઘરે-ઘરે તિરંગાઓ લહેરાવશે. તેઓ સુરતના કાપડ વેપારીને તિરંગાના મળી રહેલા ઓર્ડર પરથી લાગી રહ્યું છે અને આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ સ્વાતંત્ર પર્વની લોકો ઉત્સાવે ઉજવણી કરશે.
National flag : સ્વાતંત્ર પર્વના દિવસને લઈ સુરત એ ગયા વર્ષે 10 કરોડ તિરંગા બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. આ તિરંગા દેશભરના ઘરો પર લહેરાયા હતા. ત્યારે આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વ માટે સુરત નવું રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર સુરતના લક્ષ્મીપતિ મિલના વેપારીને મળ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે 50 લાખ તિરંગા બનાવી આપવાનો આ ઓર્ડર અત્યાર સુધીમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે. જેની માટે વેપારીએ તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
National flag : 15 ઓગસ્ટ આવવા માટે માત્ર 18 દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાત દિવસ મહેનત કરીને આ કંપની 50 લાખ તિરંગાનો ઓર્ડર પુરા કરવામાં જોડાઈ ગઈ છે. 10 ઓગસ્ટ પહેલા 50 લાખ તિરંગા બનાવીને તે વેપારીને પહોંચતા કરશે અને ત્યારબાદ આ તિરંગા દેશના જુદા જુદા રાજ્યના શહેરોમાં લોકોના ઘરોમાં ફરી એક વખત સુરતના તિરંગાઓ આ વર્ષે પણ લહેરાશે.
National flag : તિરંગાનો ઓર્ડર મેળવનાર વેપારી સંજય સરાઉગીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ બુધવારે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આ વર્ષે ફરી મોટી માત્રામાં તિરંગાઓ બનાવવાના છે. એક કરોડ જેટલા તિરંગા બનાવવાની ઓફર કરી હતી અને કેટલા તિરંગાનું પ્રોડક્શન કરવા કહ્યું હતું. પરંતુ જે રીતનો ઓર્ડર હતો અને તેની સામે જે ટાઈમલાઈન હતી. તે ચેક કરતા અમને લાગ્યું કે 10 ઓગસ્ટ સુધીમાં 50 લાખથી વધુ તિરંગા બનાવી શકાશે નહીં. જેથી 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર અમે લીધો છે અને તેની માટેની પ્રોડક્શન પણ અમારા કંપનીમાં શરૂ થઈ ગઈ છે.
National flag : 35 લાખ મીટર કાપડમાં તૈયાર થશે તિરંગાઓ
કાપડ વેપારી સંજય સરાઉગીએ વધુમાં જણાવ્યું હતું કે, 50 લાખ તિરંગાઓ બનાવવા માટે 35 લાખ મીટર કપડાનો ઉપયોગ થશે. એક તિરંગાની કિંમત 25 રૂપિયા હિસાબે આપવામાં આવી છે. જે રીતે 50 લાખ તિરંગાઓ 12 કરોડ 50 લાખમાં તૈયાર કરવામાં આવશે અને આ તમામ તિરંગા 10 ઓગસ્ટ સુધીમાં દેશના જુદા-જુદા રાજ્યના શહેરોમાં પહોંચાડી દેવામાં આવશે.
National flag : સ્વાતંત્ર્ય પર્વનો ગત વર્ષ કરતા વધુ ઉત્સાહ જોવા મળશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં પણ વધુ ઉત્સાહ લોકોમાં આ વર્ષે પણ જોવા મળશે. તિરંગા બનાવનાર કારીગરોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. તિરંગાનો ઓર્ડર મળ્યો ત્યારે તેનું કામકાજ શરૂ કરી દીધું છે. તિરંગા બનાવવાની શરૂઆત કર્યાની સાથે જ કારીગરો રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રના જયઘોષ સાથે કરે છે. અમારા કંપનીમાં તિરંગા બનાવવાનું કામ મળ્યા બાદ શરૂ થતાંની સાથે જ જાણે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વ જેવો જ માહોલ અમારી મિલમાં સતત જોવા મળી રહ્યો છે. તે રીતે ગત વર્ષ કરતાં સમગ્ર દેશમાં આ વર્ષે મને લાગે છે લોકોનો ઉત્સાહ બમણો થઈ જશે.
National flag : 30થી 35 પ્રોસેસ બાદ જાપાની મશીન પર તિરંગા બન્યા
વધુમાં કાપડ વેપારી સંજય સરાઉગીએ જણાવ્યું હતું કે, મશીન ઉપર જે તિરંગાઓ પ્રોસેસ થઈ રહ્યા છે તે જાપાની મશીનો છે. સૌથી અદ્યતન ટેકનોલોજી અને ઝડપ સાથેના સમગ્ર સુરતના એકમાત્ર આ મશીન છે. જેમાં આ તિરંગાઓ હાલ બનાવવામાં આવી રહ્યા છે. આ મશીન ઉપર સમગ્ર તિરંગાને પ્રિન્ટ કરવામાં આવી રહ્યો છે. પહેલા ગ્રે કાચું ફેબ્રિક લેવામાં આવે છે. ફેબ્રિક પર સંપૂર્ણ પ્રોસેસ કર્યા બાદ મશીન પર પ્રિન્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. જુદીજુદી 30થી 35 જેટલી પ્રોસેસ પૂર્ણ થયા બાદ ફાઇનલી તિરંગો આપણા હાથમાં આવે છે.
National flag : 400થી 500 કારીગરોની તિરંગા બનવા પાછળ મહેનત
આ સંજય સરાઉગીએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર મળ્યો છે અને તે પણ 10 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરીને આપવાનો છે, ત્યારે આ તિરંગા બનાવવા પાછળ રાત દિવસ કારીગરો મહેનત કરી રહ્યા છે. એક સાથે જુદાજુદા ત્રણથી ચાર મશીનો પર તિરંગા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તિરંગા બનાવ પાછળની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો કાચું ફેબ્રિકિયાનથી લઈને ફાઇનલ તિરંગા બનાવવા સુધીની પ્રોસેસમાં 450થી 500 કારીગરોની મહેનત બાદ 50 લાખ તિરંગાઓ તૈયાર થશે.
National flag : તિરંગાનું સન્માન સામે શાન જળવાઈ તે રીતે બનાવાયા
વધુમાં જણાવ્યું હતું કે, તિરંગાની સાનમાં કે તેનું કોઈપણ રીતે અપમાનના ન થાય તેનું પણ ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. મિલના તમામ કારીગરો અને એક્સપોર્ટને આ તિરંગા બનાવવા પાછળ લગાડી દેવામાં આવ્યા છે. જેથી તિરંગાઓ મશીનમાંથી નીકળ્યા ત્યારથી લઇ પેકિંગ અને સિલાઈ સુધીની તમામ પ્રક્રિયામાં તેની આન, બાન અને શાન જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન આપવામાં આવે છે. તિરંગાના સન્માનમાં કોઈપણ પ્રકારની ઠેસ ન પહોંચે તેનું પણ કારીગરો ખાસ ધ્યાન આપી કામ કરી રહ્યા છે. ઉપરાંત તિરંગાના ત્રણે કલર અને અશોક ચક્રના માપનું પણ ખાસ તકેદારી રાખી કાપડ પર પ્રિન્ટ કરવામાં આવ્યું છે અને તે રીતે આખું તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે તિરંગાનું કામ શરૂ કરવામાં આવ્યું તે પહેલા કારીગરો દ્વારા રાષ્ટ્રગીત સાથે વંદે માતરમના જયઘોષ સાથે રાષ્ટ્ર ભક્તિમય માહોલ સાથે કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.