
Narendra Modi Medical College/ AMC સંચાલિત મણિનગર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના બે મહિલા અને બે પુરુષ સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કર્યા
Narendra Modi Medical College / અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચારેય સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરાવવામાં આવતું હતું. જે જુનિયર ડોક્ટર હોય તેઓને સાત દિવસ સુધી નાહવું નહીં, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર સુધી લખાવો એવી કન્નડગત કરવામાં આવતી હતી. આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના એન્ટિ રેગિંગ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે તપાસ બાદ બે મહિલા ડોક્ટર સહિત ચાર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
Narendra Modi Medical College / બે મહિલા અને બે પુરુષ ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ચાર જેટલા સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતી હોવાની ફરિયાદ એન્ટિ રેગિંગ કમિટીને મળી હતી. ડો. વ્રજ વાઘાણી, ડો. શિવાની પટેલ સહિતના ચાર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરોને તમારે સાત દિવસ સુધી નાહવાનું નથી એવી સજા આપતા હતા. એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર લખવામાં આવતા હતા. જો આ રીતે ન કરે તો તેઓની સાથે કન્નડગત કરવામાં આવતી હતી. આ ડોક્ટરોની આવી હેરાનગતિને લઈને જુનિયર ડોક્ટરોએ એન્ટિ રેગિંગ કમિટીને જાણ કરી હતી. જે કમિટીએ તપાસ બાદ ડો. વ્રજ વાઘાણીને બે વર્ષ, ડો.શિવાની પટેલને એક વર્ષ અને બાકીના બે ડોક્ટરોને 25-25 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે.