Narendra Modi Cancels Russia Visit : PM નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ, મોસ્કોમાં યોજાનારી વિક્ટ્રી પરેડમાં હાજરી નહીં આપે

Narendra Modi Cancels Russia Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ થયો છે. તેઓ નવ મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિક્ટ્રી પરેડમાં સામેલ થશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સરિવ દિમિત્રી પેસ્કોવે આ અંગે માહિતી આપી હતી.
Narendra Modi Cancels Russia Visit : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે હવે કડક લશ્કરી કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ હુમલામાં સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે દેશભરમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલો અને ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકો પછી, એવા સંકેતો મળી રહ્યા છે કે ભારત ટૂંક સમયમાં સરહદ પારના આતંકવાદનો કડક જવાબ આપી શકે છે.
Narendra Modi Cancels Russia Visit : આ દરમિયાન, વધુ એક મોટા આંતરરાષ્ટ્રીય સમાચાર પ્રકાશમાં આવ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે પુષ્ટિ આપી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિજય દિવસ પરેડમાં હાજરી આપશે નહીં. પેસ્કોવના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ભારત દ્વારા લેવામાં આવ્યો છે અને રશિયન વહીવટીતંત્રને તેના વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી.
જાન્યુઆરી, 1945માં સોવિયત સેનાએ જર્મની વિરૂદ્ધ આક્રમક અભિયાન શરૂ કર્યુ હતું. 9 મેના રોજ કમાન્ડર-ઈન-ચીફે જર્મનીમાં શરત વિના આત્મ સમર્પણના અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા હતા, જેથી દ્વિતિય વિશ્વ યુદ્ધનો અંત આવ્યો હતો. રશિયાએ પોતાના વિજય દિવસના ભાગરૂપે યુક્રેન સાથે 9 અને 10 મેના રોજ બે દિવસના સીઝફાયર કર્યા છે. ઉલ્લેખનીય છે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો સીઝફાયર માટે શાંતિ કરાર કરે તેવા પ્રયાસો અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશો કરી રહ્યા છે. પરંતુ રશિયા અને યુક્રેન અવારનવાર એકબીજા પર હુમલો કરી રહ્યા છે.