
માંડવી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં અનેક વિકાસ કામોને મંજૂરી
માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની બેઠક મળેલ હતી. જેમાં વિવિધ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે, રોડ લાઈટ, પાકા રસ્તાઓ અને અન્ય વિકાસના કામોને બહાલી આપવામાં આવેલ હતી.
આ બેઠકમાં ૧૫માં નાણાપંચ ટાઈડ ગ્રાન્ટ વર્ષ ૨૦૨૨ – ૨૦૨૩ અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ લાઈટ માટે કેબલ લગાવવા, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વર્ષ ૨૦૨૫ ૨૦૨૬ અન્વયે અનંત દ્વારથી બંદર રોડ, ફોરેસ્ટ ઓફિસી અયોધ્યા નગરના પાટિયા સુધી, આઝાદ ચોકથી જૂની ઘાસચારા માર્કેટ સુધી, ટાગોર રંગ ભવનથી મહિલા બાગ સુધી, સુર્યનારાયણ મંદિરથી નાગનાથ મંદિર સુધી તેમજ અન્ય વિસ્તારોમાં રોડ લાઈટના કામોને મંજુર કરવામાં આવેલ.

સ્વચ્છ ભારત ભારત મિશન ૨.૦ અંતર્ગત ડમ્પિંગસ્ટેશન પર પ્રોસેસિંગ પ્લાન્ટ માટે સિવિલ વર્કની કામગીરી માટે ઓફિસ રૂમ, સિક્યોરીટી રૂમ, રિટાયરીંગ રૂમ તેમજ સુકા અને ભીના કચરાના પ્રોસેસિંગ માટે શેડ અને લેગેસી વેસ્ટના નિકાલ માટેના કામને બહાલી આપવામાં આવેલ. તેમજ યુ.ડી.પી.-૮૮ ગ્રાન્ટ અંતર્ગત ડીસીલ્ટીંગ મશિન ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલ. તદુપરાંત જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો પાથરવા માટે પાણી પુરવઠા તાંત્રિક વિભાગ તરફથી રજુ થયેલ કામોને બહાલી આપવામાં આવેલા તેમજ જુદા જુદા વોર્ડમાં નવા સિમેન્ટ ક્રોન્ક્રિટ રસ્તા બનાવવા કામોને મંજુર કરવામાં આવેલ. તદુપરાંત કુદરતી આપત્તિ વ્યવસ્થાન સંદર્ભે શહેરમાં આગના બનાવોને રોકવા માટે અગ્નિ શામક વાહન, ભૂગર્ભ ગટર સફાઈ કામ માટે જેટીંગ મશિન અને શહેરમાં રોડ લાઈટ રિપેરિંગ માટે હાઇડ્રોલિક વાહન ખરીદવા મંજૂરી આપવામાં આવેલ.