મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈનો સપાટો : પ્રતિબંધિત ઈ સીગારેટનો જથ્થો ઝડપાયો

મુન્દ્રા: ડીઆરઆઈએ મુંદ્રા પોર્ટથી રૂપિયા 80 કરોડનો ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ–સિગારેટ જપ્ત કરી સપાટો બોલાવ્યો હતો.

મુન્દ્રા પોર્ટ પર મિસડીક્લેરેસન કરી આ જથ્થો દાણચોરીથી મંગાવવામાં આવ્યો હતો .ચીન થી આયાત થયેલા કન્ટેનરમાં ડી આર આઈ એ તપાસ કરી હતી. આ કન્ટેનરમાં લેડીસ ફૂટવેર અને ગારમેન્ટ એસેસરીઝ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરતા અંદરથી ઈલેક્ટ્રોનિક સમાન અને ઈ સિગારેટ મળી આવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ મુંદ્રા પોર્ટથી ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ–સિગારેટ જપ્ત કરી છે. સામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરીને દાણચોરી કરવામાં આવી રહી હતી.

ડીઆરઆઈને અધિકારીઓ ગુપ્ત માહિતી મળી હતી જે અનુસંધાને 6 શંકાસ્પદ કન્ટેનરની ઓળખ કરવામાં આવી હતી. આ કન્ટેનરની તપાસ દરમિયાન ડીઆરઆને તેમાંથી ઈલેક્ટ્રોનિક સમાન ઉપરાંત ચાર હાજર આઠસો પ્રતિબંધિત ઈ સિગારેટ મળી આવી હતી. ખોટી રીતે જાહેર કરેલ માલની કિંમત દોઢ કરોડ સામે એંસી કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ માલ ભારતીય કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો.

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ સામાનના આયાતકારો રજિસ્ટર્ડ જગ્યા પર અસ્તિત્વમાં નથી. આ સિન્ડિકેટ ભૂતકાળમાં આવા માલની દાણચોરી કરવા માટે વિવિધ ડમી આયાતકારોનો ઉપયોગ કરતી હતી. સીએચએ સહિત બે લોકોની કસ્ટમ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *