Mock Drill:ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ મોકૂફ, ટૂંક સમયમાં નવી તારીખની થશે જાહેરાત

Mock Drill ફાઈલ photo
Mock Drill ફાઈલ ફોટો

Mock Drill:ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ મોકૂફ, ટૂંક સમયમાં નવી તારીખની થશે જાહેરાત

Mock Drill: જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. ત્યારબાદ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલ (29 મે) ફરી એકવાર મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી મોક ડ્રીલ સ્થગિત કરી દેવાઈ છે. નવી તારીખની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.

Mock Drill: હાલ પાકિસ્તાનથી જોડાયેલા ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી ‘ઓપરેશન શિલ્ડ’ મોક ડ્રીલના આદેશ અપાયા હતા, તેને સ્થગિત કરી દેવાયા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *