
MANDVI : માંડવી થી અંબાજી બસ ને લીલીઝંડી આપી ધારાસભ્ય ના હસ્તે પ્રસ્થાન કરાવાયું
MANDVI : ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા 2-માંડવી વિધાનસભા ક્ષેત્ર ના માંડવી(4+1) અને મુન્દ્રા(4+1) ડેપો માટે 8 સ્લીપીંગ બસ અને ૨ મિડી બસ ફાળવવા મા આવી છે.
MANDVI : આ નવી બસો ના વધામણા અને માંડવી થી અંબાજી ના રૂટ ની બસ ને લીલીઝંડી આપી પ્રસ્થાન માંડવી ના ધારાસભ્ય અનિરૂદ્ધ ભાઇ દવે ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
MANDVI : આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય અનિરૂદ્ધ ભાઇ દવે નું સન્માન માંડવી ડેપો મેનેજર શ્રી નિશાંત ભાઇ વરમોરા એ કર્યું હતું.

MANDVI : ધારાસભ્ય અનિરૂદ્ધ ભાઇ દવે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની સસ્તી અને સલામતી ભરી સવારી નો વધારે પ્રવાસી ને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ નવી બસો થી માંડવી થી અંબાજી, માંડવી થી વડોદરા, મુન્દ્રા થી કોડીનાર અને મુન્દ્રા થી દાહોદ તથા મુન્દ્રા થી ભુજ તથા માંડવી થી ભુજ માટે મીડી બસ ની સેવા ઉપલબ્ધ કરાવવા મા આવી છે.

MANDVI : આ પ્રસંગે ભરતભાઈ શાહ,અમુલ દેઢિયા,સન્મુખ સિંહ જાડેજા, પંકજ રાજગોર તેમજ જીલ્લા પંચાયત સભ્યો, નગર પાલિકા ના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તથા APMC ના સદસ્યો તથા પ્રવાસી જનતા ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ નું સંચાલન દિપક સિંહ જાડેજા તથા વ્યવસ્થા આધમ બકાલી, વિનિત રાજગોર એ કરેલ હતી.