MANDVI: માંડવીમાં પુરુષોત્તમ માસ નિમિત્તે મંગળવારથી હવેલી ચોકમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ થશે

MANDVI: માંડવીમાં પુરુષોત્તમ માસ નિમિત્તે મંગળવારથી હવેલી ચોકમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ થશે

બંદરીય શહેર માંડવીમાં (MANDVI) પુરુષોત્તમ માસ નિમિત્તે હવેલી ચોકમાં આવેલા શ્રી ચત્રભુજરાય મંદિરમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું તારીખ 18/07 થી તારીખ 16/08 સુધી કરવામાં આવેલ છે. દરરોજ સાંજના ૫ થી ૭ દરમિયાન શ્રીમદ ભાગવતજી ની કથા શ્રવણનું આયોજન કરવામાં આવેલ છે. શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ માં મુખ્ય વક્તા શ્રી મહેશભાઈ ઓઝા છે. કથાનું આધ્યાત્મિક સંત શ્રી આત્મસુખાનંદજી (આર્ષ અધ્યયન કેન્દ્ર) તથા જાણીતા ભાગવતાચાર્ય શ્રી અશ્વિનભાઈ શાસ્ત્રીના હસ્તે તારીખ 18/07 ને મંગળવારના સાંજના 5 (પાંચ) વાગે દીપ પ્રાગટ્ય કરી, કથાનો શુભારંભ કરવામાં આવશે.

MANDVI : આ પ્રસંગે ધર્માનુ રાગી એડવોકેટ શ્રી રાજેશભાઈ ભટ્ટ, રશ્મિભાઈ સોની (શ્યામ જ્વેલર્સ) અને ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ શ્રી કૈલાશભાઈ ઓઝા ની વિશેષ ઉપસ્થિત રહેનાર હોવાનું સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *