માંડવી નગરપાલિકાનું રૂા. 6.33 કરોડ વીજબિલ બાકી : PGVCL આકરાં પાણીએ

માંડવી નગરપાલિકાનું રૂા. 6.33 કરોડ વીજબિલ બાકી : PGVCL આકરાં પાણીએ

પશ્ચિમ ગુજરાત કું. લી. દ્વારા લાઈટ બિલ કલેકશન ઝુંબેશ અંતર્ગત દરરોજ માંડવી વિસ્તારમાં 20 થી 25 જોડાણ કાપવામાં આવે છે. તેમજ મોટા ભાગના જાગૃત લોકો બાકી રહેતી રકમ ભરી રહ્યા છે,તો જેમના જોડાણ કપાય છે. તેઓ રીકનેકશન ચાર્જ ભરી ફરી પોતાનું કનેકશન ચાલુ કરાવી રહ્યા છે. સૂત્રો થી મળતી માહિતી મુજબ

માંડવી નગર સેવા સદનના 32 ઉપરાંત કનેકશનોમાં રૂા. 6.33 કરોડની રકમ બાકી હોવાનું PGVCL નાયબ ઈજનેર તૃપ્તિબેને જણાવ્યું હતું. બાકી’ રકમમાંથી રૂા.5 લાખ અગાઉ ભર્યા હોવાનું જણાવી ગઈ કાલે શહેરમાં સપ્લાય કરવાની મેઈન લાઈનનું કનેકશન કાપવામાં આવ્યું હતું આ અંગે પાણી પુરવઠા ચેરપર્સન ગીતાબેન ગોરનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, નગરજનોને પાણીની તકલીફ ન પડે તે માટે જનરેટરની વ્યવસ્થા કરીને’ પાણી વિતરણ કરાઈ રહ્યું છે.

નગર અધ્યક્ષા હેતલબેન સોનેજીનો સંપર્ક કરતાં તેઓએ જીઈબીના બાકી બિલ પેટે આજે રૂા. 10 લાખ ભરવામાં આવ્યા છે. અને 30 જુન-2023 સુધી રકમ ભરપાઈ કરવા માટેનું આયોજન તૈયાર થઈ રહ્યું છે જે ની PGVCL ને બાંહેધરી આપવામાં આવશે અને કનેકશન રાબેતા મુજબ ચાલુ થઈ જશે.

માંડવી નગર સેવા સદન સિવાય અન્ય રૂા. 3 કરોડની રકમ વીજ બિલની લોકો પાસેથી વસૂલ કરવાની બાકી હોવાનું નાયબ ઈજનેર’ તૃપ્તિબેને જણાવ્યું હતું. આ માટે લોકોને નિયમિત બિલ ભરવા અપીલ કરી. માર્ચ-2023 સુધી કલેકશન ઝુંબેશ હોઈ લોકોએ પોતાના બાકી રહેતા બીલની રકમ ભરી, રી કનેકશન ચાર્જથી બચવા જણાવ્યું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *