
MANDVI: માંડવી સલાયા ખાતે રેડક્રોસ ના સહયોગથી થેલેસેમિયા કેમ્પનું આયોજન કરાયું
માંડવી (MANDVI) સલાયા ખાતે રેડક્રોસના સહયોગથી થેલેસેમિયા દિવસ અને રેડક્રોસ દિવસની ઉજવણી ના ભાગરૂપે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરાયું હતું.
થેલેસેમિયા રોગ વિશે લોકોને માહિતી ગાર કરાયા હતા અને થેલેસેમિયા અંગે જાગૃતી લાવવાનો ઉમદા પ્રયાસ કરાયો હતો બહોળી સંખ્યામાં લોકોએ થેલેસેમિયા અંગે ચેકઅપ કરાવી આ કેમ્પમાં ભાગ લીધો હતો આ પ્રસંગે માંડવી (MANDVI) રેડક્રોસ ના હરીશભાઈ ગણત્રા, મહેન્દ્રભાઈ ચોથાણી ,જગદીશસિંહ જાડેજા, ડોક્ટર કૈલાશપતિ પાસવાન ,ડોક્ટર ફોરમ સાથે લેબ ટેકનીશિયન સહયોગી રહ્યા હતા.