માંડવીમાં બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ: સોનમ વાંગચુકના આંદોલનને જાહેર સમર્થન, લોકશાહી-શિક્ષણ બચાવવાનો સંકલ્પ

માંડવીમાં બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ: સોનમ વાંગચુકના આંદોલનને જાહેર સમર્થન, લોકશાહી-શિક્ષણ બચાવવાનો સંકલ્પ

માંડવી: કચ્છના માંડવી શહેરના સોનાવાલા નાકા પાસે આવેલી ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સામાજિક જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી હતી.

કાર્યક્રમમાં બંધારણીય હકોની જાળવણી, લોકશાહીના મૂલ્યોનું સંરક્ષણ અને શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાની માંગ સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે લોકશાહી અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત રાખવા માટે સમાજના દરેક વર્ગે જાગૃત બનવાની જરૂર છે.

આ પ્રસંગે દિલ્હીના જંતર-મંતર ખાતે વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહેલા યુવાનો તેમજ જાણીતા વૈજ્ઞાનિક અને પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકના આંદોલનને માંડવીમાંથી જાહેર સમર્થન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને લોકશાહી માધ્યમથી પોતાની માંગણીઓ રજૂ કરનારા આંદોલનકારીઓ સાથે એકતા વ્યક્ત કરવામાં આવી.

કાર્યક્રમનું આયોજન સામાજિક આગેવાનો હાર્દિક ડોરૂ અને દિનેશ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખેરાજભાઈ ગઢવી, સવિતાબેન સોલંકી, હિરજીભાઈ લાંભા, ચાંપસીભાઈ લાંભા, બાબુલાલ પારીયા, યાકુબ વાઘેર, દક્ષાબેન કટુવા, દિનેશ ડુગરખિયા, કાસમ વાઘેર, પરેશભાઈ મહેશ્વરી, રમેશ અબચુગ, અનિલ મોતા, બુધારામ દનિચા, ભાણજીભાઈ માતંગ, મુસ્તાક મીયાણા, રફિક રાયમા, અકબર મંધરા, વેલજી ધોરિયા, દિલીપ બડીયા, અનિલ ધોરીયા, દિનેશ ભર્યા અને લક્ષ્મણ પારિયા સહિત મોટી સંખ્યામાં સામાજિક-રાજકીય આગેવાનો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

લોકશાહી, બંધારણીય મૂલ્યો અને શિક્ષણ સુધારાના સંદેશ સાથે યોજાયેલો આ કાર્યક્રમ માંડવી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *