વિદ્યાર્થીઓની ચિંતા યોગ્ય, ‘150 પેપર લીક’ દાવાની તપાસ થશે: જેપી નડ્ડા

વિદ્યાર્થીઓની ચિંતા યોગ્ય, ‘150 પેપર લીક’ દાવાની તપાસ થશે: જેપી નડ્ડા

નવી દિલ્હી: દેશભરમાં પેપર લીકની ઘટનાઓ અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની ચિંતા સંપૂર્ણપણે યોગ્ય છે અને પેપર લીક જેવા ગંભીર મુદ્દે રાજકારણ થવું જોઈએ નહીં. સાથે જ તેમણે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કરાયેલા 150 પેપર લીક’ ના દાવાની તપાસ કરાવવાની જાહેરાત કરી છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નડ્ડાએ કહ્યું કે સરકાર એક જવાબદાર સરકાર તરીકે રાહુલ ગાંધીના દાવાની સંપૂર્ણ તપાસ કરશે અને જે હકીકત સામે આવશે તે દેશની જનતા સમક્ષ મૂકાશે.

વિદ્યાર્થીઓની ચિંતા યોગ્ય, સરકાર ગંભીર

જેપી નડ્ડાએ જણાવ્યું કે પેપર લીક દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો અત્યંત ગંભીર મુદ્દો છે. વિદ્યાર્થીઓએ ઉઠાવેલા પ્રશ્નોને સરકાર ગંભીરતાથી લઈ રહી છે અને પરીક્ષા પ્રણાલીમાં જ્યાં પણ ખામીઓ હશે તેને દૂર કરવા જરૂરી સુધારા કરવામાં આવશે.

150 પેપર લીક’ના દાવાની તપાસ થશે

સંસદમાં રાહુલ ગાંધીએ દેશભરમાં આશરે 150 પેપર લીકની ઘટનાઓનો દાવો કર્યો હતો. તેના જવાબમાં નડ્ડાએ કહ્યું કે સરકાર આ દાવાની તથ્ય આધારિત તપાસ કરશે.

તેમણે કહ્યું, “જવાબદાર સરકાર તરીકે અમે ચોક્કસપણે તપાસ કરીશું અને જે સત્ય હશે તે દેશ અને જનતા સમક્ષ મૂકાશે.”

દોષિતો સામે કડક કાર્યવાહી

નડ્ડાએ સ્પષ્ટ કર્યું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ખેલ સહન નહીં કરે. પેપર લીકમાં સંડોવાયેલા દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક, વિશ્વસનીય અને સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ મુદ્દે રાજકીય લાભ મેળવવાને બદલે વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ. રાહુલ ગાંધીના દાવા અને સરકાર દ્વારા તપાસની જાહેરાત બાદ પેપર લીકનો મુદ્દો ફરી એકવાર દેશની રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *