
MANDVI: અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે માંડવીની બે નારી શક્તિનું અભિવાદન કરાયું
MANDVI: અંધ, અપંગ ,મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 31 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં માંડવીનું ગૌરવ વધારનાર બે નારી શક્તિનું અભિવાદન માંડવી ના જલારામ રેસ્ટોરન્ટના કોન્ફરન્સ હોલમાં સન્માન કરવા , સન્માન સમારોહ યોજાયો હતો.
MANDVI : સંસ્થાના પ્રમુખશ્રી શાંતિલાલભાઈ ગણાત્રા ના પ્રમુખ પદે યોજાયેલા સમારોહમાં સંસ્થાના પૂર્વ પ્રમુખ ડો.કૌશિકભાઈ શાહ ,મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી મંચસ્થ રહ્યા હતા.
MANDVI : પ્રારંભમાં પ્રમુખ પદેથી સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રાએ સૌને આવકારી શ્રીમતી ડો. કિંજલબેન કૌશિકભાઈ શાહ અને કુમારી હિમાની મેહુલભાઈ શાહે સિદ્ધિ મેળવી તે બદલ ખુશી વ્યક્ત કરી બંને નારી શક્તિને અભિવાદન પાઠવ્યા હતા.
સંસ્થાના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે પ્રસંગ પરિચયમાં જણાવ્યું હતું કે સંસ્થાના પૂર્વ પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહના ધર્મપત્ની શ્રીમતી ડો. કિંજલબેન કૌશિકભાઇ શાહ અને કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ 2023 માટે પસંદગી કરવામાં આવી છે તેમજ સંસ્થાના પુવૅ ટ્રસ્ટી સ્વ. કિશોરભાઈ વી શાહની પૌત્રી કુમારી હિમાની મેહુલભાઈ શાહે એવરેસ્ટ બેઝ કેમ્પ નેપાળમાં 5364 મીટર ટ્રેકિંગ નું 14 દિવસમાં સફળતાપૂર્વક ટ્રેકિંગનો સાહસિક કાર્ય કરીને સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ છે તેના માટે આજે બંને નારી શક્તિનો અભિવાદન કરતા સંસ્થા આનંદ અને ગૌરવ ની લાગણી અનુભવે છે તેમ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
સંસ્થાના પૂર્વ પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહ ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક ટ્રસ્ટી ડો.આદિત્ય ચંદારાણા અને દમયંતીબેન બારોટે બંને નારી શક્તિને સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે કરેલું હતું જ્યારે સહમંત્રી સુલતાન ભાઈ મીરે આભાર દર્શન કરેલું હતું.
સન્માનિત બંને નારી શક્તિ શ્રીમતી ડો. કિંજલબેન કૌશિકભાઇ શાહ અને કુમારી હિમાની મેહુલભાઈ શાહે પ્રાસંગિક પ્રવચનમાં સન્માન બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી સંસ્થાને સાથ સહકાર આપવા ખાત્રી ઉચ્ચારી હતી.