MANDVI : છ કોટી જૈન સંઘના ઉપક્રમે માંડવીમાં યોજાયેલા સુવર્ણપ્રાસનના નિ:શુલ્ક કેમ્પનો 58 બાળકોએ લાભ લીધો

MANDVI : છ કોટી જૈન સંઘના ઉપક્રમે માંડવીમાં યોજાયેલા સુવર્ણપ્રાસનના નિ:શુલ્ક કેમ્પનો 58 બાળકોએ લાભ લીધો.

MANDVI છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ પરમ પૂજ્ય ભાસ્કર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી, માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા તાજેતરમાં માંડવીમાં નવાનાકા પાસે, હરિકૃષ્ણા મોલ ની સામે આવેલા કિરણ ક્લિનિકમાં 10 વર્ષ સુધીના નાના બાળકો માટે સુવર્ણપ્રાસનનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો હતો.

58 children benefited from Suvarnaprasan’s free camp in Mandvi.

MANDVI આ કેમ્પમાં ડો. જય કિર્તીભાઈ મહેતાએ સેવા આપી હોવાનું છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ અને ખજાનચી જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું.
પુષ્યનક્ષત્રમાં સવારના ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮ દરમિયાન યોજાયેલા આ કેમ્પનો માંડવીના કુલ 58 બાળકોએ લાભ લીધો હોવાનો, મેડિકલ કેમ્પોમાં કાયમી ધોરણે સહયોગ આપતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *