
કડકડતી ઠંડીમાં જીવદયા ના કાર્યમાં બાળકો સહયોગી થયા
માંડવી જી ટી હાઈસ્કૂલ માં 1995 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા લમ્પી રોગ ના સમય ની વિક્રરાળતા જોઇ ગૌ સેવા સાથે જીવદયા નું કાર્ય શરૂ કર્યું હતું અઠવાડિયા ના બે દિવસ મુંગા પશુ ઓની સેવા કરાતી હતી અને માંડવી શહેર માં જીવદયા ની મહેક મહેકાવી હતી.
લમ્પી રોગ નું કહેર થમતા સેવા યજ્ઞ અવિરત ચાલુ રાખતા યુવાનો દ્વારા માંડવી શહેરમાં વિવિધ જીવદયા તેમજ સેવાકીય કામો હાથ ધરાઈ રહ્યા છે,ભૂખ્યા ને ભોજન , ધાબળા વિતરણ, ગૌવંશ ને ચારો જેવા અનેક પ્રોજેક્ટો પર આ યુવાનો કામ કરી રહ્યા છે.
કડકડતી ઠંડી મા શ્વાનો માટે માંડવી શહેરના વિવિધ વિસ્તારોમાં લાપસી પીરસાઈ હતી આપણી આવનારી પેઢી નાના નાના બાળકો પણ ઉત્સાહભેર ઠંડીની અંદર આ જીવદયા ના કાર્યમાં સહયોગી બન્યા હતા. આમ આ યુવાનો દ્વારા સેવાકીય કામો અને સેવા યજ્ઞ અંગે ના સંસ્કારો અને જીવદયા નું સિંચન બાળકો કરાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું છે…