MANDVI: માંડવી ની સરકારી પ્રાથમિક શાળા – જૈન નુતન પ્રાથમિક શાળા નં.૩ નું ગૌરવ વધારતી શાળા ની પૂર્વ તેજસ્વી વિદ્યાર્થીની ડૉ. માનસી ગોસ્વામી

MANDVI: માંડવી ની સરકારી પ્રાથમિક શાળા – જૈન નુતન પ્રાથમિક શાળા નં.૩ નું ગૌરવ વધારતી શાળા ની પૂર્વ તેજસ્વી વિદ્યાર્થીની ડૉ. માનસી ગોસ્વામી

MANDVI: કચ્છ ના વિશાળ દરિયાઈ જીવસૃષ્ટી નો અભ્યાસ કરી ઝુલોજી- (મરીન સાયન્સ) વિષય પર PHD કરનાર પ્રથમ કચ્છી મહિલા બન્યા ડૉ. માનસી ગોસ્વામી

MANDVI: જીલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નુતન પ્રાથમિક શાળા નં ૩ ની પૂર્વ તેજસ્વી વિદ્યાર્થીની અને માંડવી ના શ્રીમતી શિલ્પાબેન સુરેશગીરી ગોસ્વામી અને સુરેશગીરી ગૌરીગીરી ગોસ્વામી ની તેજસ્વી દીકરી માનસી ગોસ્વામી કચ્છ ના વિશાળ દરિયાઈ જીવસૃષ્ટી નો અભ્યાસ કરી ઝુલોજી- મરીન સાયન્સ વિષય પર PHD કરીને પ્રથમ કચ્છી મહિલા બનીને મંડળ ની જૈન નુતન પ્રાથમિક શાળા નં ૩, પરિવાર અને માંડવી નું ગૌરવ વધારેલ છે.

MANDVI : માંડવી ની તેજસ્વી વિદ્યાર્થીની માનસી સુરેશગીરી ગોસ્વામી એ કચ્છ ના જખૌ,માંડવી, મુન્દ્રા, વીરા અંજાર સહીત ના દરિયાઈ વિસ્તાર માં જોવા મળતી જીવસૃષ્ટી અને તેના પર અસર કરતા પરિબળો પર અભ્યાસ કરીને કચ્છ યુનિવર્સીટી માંથી ઝુલોજી (મરીન સાયન્સ) વિષય માં PHD ની ડીગ્રી મેળવી. આ વિષય પર PHD કરનાર તેઓ પ્રથમ કચ્છી મહિલા બન્યા હોવાનું માંડવી ની જૈન નુતન પ્રાથમિક શાળા નં ૩ ના પૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

MANDVI : માંડવી ની માનસી સુરેશ ગીરી ગોસ્વામી એ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે થી ઝુલોજી (મરીન સાયન્સ) વિષય માં પી.એચ. ડી. ની ડીગ્રી મેળવી છે. જે કચ્છ યુનિવર્સીટી અંતર્ગત ઝૂલોજી (મરીન સાયન્સ) વિષયિક કચ્છ ની પ્રથમ ડિગ્રી બનેલ છે. આ અભ્યાસ ભુજ ની લાલન કોલેજ ના બાયોલોજી વિભાગ ના વડા ડૉ. પ્રણવ પંડયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલો છે. યુનિવર્સિટી ના અર્થ અને એન્વાયરનમેન્ટ સાયન્સ વિભાગ અંતર્ગત આ અભ્યાસ પૂર્ણ થયેલ છે. આ વિભાગ ના વડા ડૉ. સુભાષ ભંડારી છે.

MANDVI:અત્રે એ ઉલ્લેખનીય છે કે માનસી ગોસ્વામી એ માંડવી ની સરકારી વિજ્ઞાન કોલેજ માં ૨૦૧૧ થી ૨૦૧૪ ના વર્ષ દરમ્યાન મરીન સાયન્સ વિષય માં બી.એસ.સી. કરેલ છે. જયારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે થી મરીન સાયન્સ વિષય માં જ એમ.એસ.સી. કરીને તે યુનિવર્સિટી ના ગોલ્ડ મેડાલીસ્ટ પણ બનેલ છે. ૨૦૧૮ ના વર્ષ ના પદવીદાન સમારોહ માં તે સમય ના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી ના હસ્તે તેઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ છે. ૨૦૧૬ થી ૨૦૧૯ ના વર્ષ દરમ્યાન તેઓ ભુજ ની આર.આર.લાલન કોલેજ માં ડૉ.પ્રણવ પંડયા ના અંતર્ગત કચ્છ ના અખાત માં ચાલતા DST યંગ સાયન્ટીસ્ટ પ્રોજેક્ટ માં પ્રોજેક્ટ આસીસ્ટંટ તરીકે સંસોધન કરેલ છે. 

૨૦૧૯ ના વર્ષ માં કચ્છ યુનિવર્સીટી માં PHD માં રજીસ્ટર થયેલ. આ સમય દરમિયાન લંડન ની કેમ્બ્રિજ યુનિવર્સીટી માં કચ્છ ના દરિયાઈ સંસોધન અંગે સંસોધન પત્ર પણ રજુ કરેલ છે. તેમણે પી.એચ.ડી. અભ્યાસ દરમ્યાન કચ્છ ના વિશાળ દરિયા કાંઠા ની દરિયાઈ જીવસૃષ્ટિ ની પ્રાથમિક માહિતી આપી. આ અભ્યાસ કચ્છ ની આ ખૂટતી દરિયાઈ જીવસૃષ્ટિ અંગેની માહિતી નો પાયો બની. કચ્છ ના વિશાળ દરિયાકાંઠા ને આવરી લેવા આ અભ્યાસ માં કચ્છ ના અલગ અલગ દરિયા કાંઠા જેમાં જખૌ , માંડવી, મુન્દ્રા, વીરા અંજાર ના દરિયાઈ વિસ્તાર નો સમાવેશ થયેલો છે.  

MANDVI : માનસી ગોસ્વામી ના મત મુજબ આ અભ્યાસ ના એક હેતુ એવા દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર કરતા પરિબળો વિશેની માહિતી ભવિષ્ય માં કચ્છ કાંઠા ના આર્થિક વિકાસ માટે મહત્વ નો ભાગ બનશે. જેમાં જીવસૃષ્ટિ અને દરિયા કાંઠા ના વિકાસ બનેને ધ્યાન માં રાખીને કેવા કાર્યક્રમો કરી સકાય અને કેવી યોજનાઓ ઘડી શકાય તેનું માળખું મેળવી શકાશે. કચ્છ નો દરિયાકાંઠો આર્થિકતા ની સાથે જૈવવિવિધતા ની દ્વષ્ટિએ પણ કેટલો વૈવિધ્યસભર છે તેની માહિતી પૂરી પાડતો આ અભ્યાસ નવા રીસર્ચ સ્કોલર અને પ્રકૃતિ પ્રેમીઓ માટે રસપ્રદ બનશે.

MANDVI : તેઓ એક ભાઈ અને છ બહેનો છે. ભાઇ ડેનિશ સુરેશગીરી ગોસ્વામી હાલે જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. એક બહેન ડો. હેતલ ગોસ્વામી (જૈન નુતન પ્રાથમિક શાળા ની પૂર્વ તેજસ્વી વિદ્યાર્થીની) M.D.(Ayurvedic) Paediatric (બાળ ચિકીત્શક) તરીકે ગાંધીનગર ખાતે કોલવડા આયુર્વેદિક કોલેજ માં આસિસ્ટન્ટ પ્રોફેસર (GPSC CLASS-2 ) ની ફરજ બજાવે છે.

માનસી બેન ના પિતા સુરેશગીરી ગોસ્વામી નો ભૂતકાળ માં ફરસાણ નો ધંધો હતો જે હાલે નિવૃત છે. આમ માનસી બેન પરિવાર, ગોસ્વામી સમાજ અને શિક્ષણ સમાજ નું ગૌરવ બનેલ છે.

MANDVI : માંડવી ની તેજસ્વી છાત્રા માનસી ગોસ્વામી ને માંડવીની જૈન નુતન પ્રાથમિક શાળા નં.૩ ના આચાર્ય પુનિતભાઈ વાસાણી, પૂર્વ આચાર્યા અને શાળા ના SMC ના શિક્ષણવિદ દિનેશભાઈ શાહ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. માનસીબેન ગોસ્વામી ને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *