
MANDVI: પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા જમીન પર બેસી લોકો ના પ્રશ્નો સાંભળ્યા
MANDVI: માંડવી ખાતે દલીત મહોલ્લાની મુલાકાત લેતા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા
પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનો માંડવી પોલીસ સ્ટેશનના વાર્ષીક ઇન્સપેક્શન દરમીયાન માંડવી પોલીસ સ્ટેશનના સીટી વિસ્તારમાં આવેલ ગોકુલવાસમાં દલીત મહોલ્લાની મુલાકાત લેતા દલીત મહોલ્લામાં રહેતા આગેવાનો તેમજ વડિલો અને નાના મોટા સૌ ઉપસ્થીત રહી પોલીસ અધિક્ષક સાહેબનું ઉષ્માભર્યુ સ્વાગત તથા સન્માન કરવામાં આવેલ.
આ મુલાકાત અનુસંધાને આગેવાનો દ્વારા પોલીસ અધિક્ષક સાહેબનો તેમજ સાથેના અધિકારીઓને બેસવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરેલ. ત્યારે પોલીસ અધિક્ષક સાહેબ પ્રજાજનો પ્રત્યેની લાગણી અને પ્રેમની ભાવના સાથે મારા વડીલો જો નીચે બેસે તો અમે પણ તેમની સાથે નીચે બેસી તેમની રજુવાતો તથા પ્રશ્નો સાંભળીશુ. જેથી પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ તેમની સાથે નીચે બેસી આગેવાનોની રજુઆતો સાંભળેલ અને તમોને કોઇ કનડગત હોય કે જમીન દબાણ, મકાન દબાણ કે વર્ગ વિગ્રહ જેવા કોઇ અન્ય પ્રશ્નો હોય તો રજુવાત કરવા સુચનો કરેલ અને ભય મુકત વાતાવરણમાં રહેવા જણાવેલ ઉપરાંત દલીત મહોલ્લાના આગેવાનોને પોલીસની કાર્યવાહી તથા વર્તણુક બાબતે કોઇ પ્રશ્નો હોય તો રજુઆત કરવા જણાવેલ જે બાબતે મહોલ્લાના આગેવાનોએ પોલીસ તરફથી સંપુર્ણ સહયોગ મળી રહે છે તેવી લાગણી વ્યકતી કરી આભાર વ્યકત કરેલ હતો તેમજ તેમને કરેલ અન્ય રજુઆતો બાબતે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આશ્વાસન આપવામાં આવેલ. આ મુલાકાત દરમીયાન પોલીસ અધિક્ષક સાહેબ મહેન્દ્ર બગડીયા સાહેબ તથા પો.ઇન્સ ડી.ડી.શીમ્પી તથા પો.સ.ઇ. આર.સી.ગોહિલ તથા પો.સ.ઇ યુ.કે.જાદવ તથા માંડવી પોલીસ સ્ટાફ તેમજ પોલીસ અધિક્ષક સાહેબનો ઇન્સપેકશન સ્ટાફ હાજર રહેલ.