
Mahila Samman Saving Certificate: મહિલા સન્માન બચત પ્રમાણ પત્ર યોજના માટે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં સરળતાથી ખાતુ ખાલાવી શકાય છે. આ સ્કીમમાં બે વર્ષમાં બે લાખ રૂપિયા વધારે જમા કરવાની સાથે ઉપાડની પણ સુવિધા ઉપલબ્ધ છે.
સરકારે મહિલાઓ અને બાલિકાઓના સશક્તિકરણ માટે મહિલા સન્માન બચત પત્ર 2023ના નામે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નવી સેવિંગ સ્કીમની શરૂઆત એક એપ્રિલ 2023થી કરી છે. આ સ્કીમની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ વખતે કરી હતી. આ યોજનામાં ઈન્વેસ્ટમેન્ટ નિર્ધારિત સમય નક્કી કરવામાં આવી શકે છે. દેશની મહિલા અને બાળ વિકાસ અને અલ્પસંખ્યક મામલામાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ નવી દિલ્હીમાં સંસદ માર્ગ સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં પહોંચીને પોતાનું મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતુ ખોલાવ્યું.
લાઈનમાં ઉભા રહીને ખોલાવ્યું MSSC એકાઉન્ટ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે 26 એપ્રિલે પોસ્ટમાં એક સામાન્ય નાગરિકની જેમ પહોંચીને આ સરકારી સ્કીમનું ખાતુ ખોલાવ્યું. તે લાઈનમાં ઉભા રહીને કાઉન્ટર પર પહોંચ્યા અને બધી ફોર્માલિટી પુરી કરી. ખાતુ ખુલ્યા બાદ તેમને ઓપરેટરની તરફથી કોમ્પ્યુટર જનરેટ રિસીપ્ટ પણ આપવામાં આવી.
ખાતુ ખુલાવ્યા બાદ તેમણે કહ્યું કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહિલા સશક્તીકરણના દ્રષ્ટિકોણથી એક અનોખી પહેલ છે. સ્મૃતિ ઈરાનીએ મહિલાઓ અને યુવતીઓ સાથે આ સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવાની અપીલ કરી. સ્મૃતિ ઈરાનીએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર ખાતુ ખાલાવતી વખતે તસવીર ટ્વીટ કરી છે.
રોકાણ પર આટલું મળે છે વ્યાજ
મહિલા સન્માન બચત પ્રમાણ પત્ર યોજના માટે કોઈ પણ પોસ્ટમાં સરળતાથી ખાતુ ખોલાવી શકાય છે. આ સ્કીમમાં બે વર્ષમાં બે લાખ રૂપિયા વધારે જમા કરવાની સાથે વધારે રોકાણની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમાં 7.5 ટકાના દરે ત્રણ મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર મેચ્યોરિટી પીરિયડ 2 વર્ષનો છે. જ્યારે તમે ફક્ત 1000 રૂપિયાના રોકાણની સાથે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. મેચ્યોરિટી પીરિયડના પહેલા રોકાણની સુવિધા પણ આ સ્કીમમાં આપવામાં આવે છે.
2025 સુધી ચાલુ રહેશે આ સ્કીમ
આ સરકારી યોજના વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. એટલે કે એક પ્રકારે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમની જેમ છે. તેમાં કોઈ પણ ઉંમરની મહિલા રોકાણ કરી શકે છે. જોકે રોકાણની મર્યાદા 2 લાખ રૂપિયાની છે એટલે કે સ્કીમમાં 2 લાખ રૂપિયાથી વધારેની રકમ ઈનવેસ્ટ નથી કરી શકાતી.
એ ધ્યાન રોખો કે આ યોજના 31 માર્ચ 2025 સુધી ચાલુ છે. એટલે કે આ તિથિ સુધી તમે જો તેમાં એકાઉન્ટ ખોલાવી રોકાણ કરો છો. તો આ યોજનાનો ફાયદો તમને મળી શકે છે.