LEARNING LICENCE : રાજ્ય સરકારે નવા લાયસન્સ ધારકો માટે ખાસ નિર્ણય લીધો, લર્નિંગ લાયસન્સ મેળવવા હવે ધક્કા નહીં ખાવા પડે

ગુજરાત સરકારે નાગરિકો (Citizend)ને ઘરે બેઠા લાયસન્સ મળે તે માટે એક ખાસ કમિટી (Committee)ની રચના કરી છે. લર્નિંગ લાયસન્સ (Learning License) મેળવવા હવે લોકોને ધક્કા ખાવામાંથી છુટકારો મળશે. રાજ્ય સરકારે નવા લાયસન્સ ધારકો માટે ખાસ નિર્ણય લીધો છે.

સરકારના પરિવહન વિભાગે (Transport Department) લર્નિંગ લાયસન્સ (Learning License) મેળવનારા અરજદારો માટે કમિટી (Committee)ની રચના કરી છે. આ સમિતિ લાયસન્સ મેળવવા સુધીની બધી સુવિધાનો અભ્યાસ કરશે. વધુમાં આઈટીઆઈ, પોલીટેકનિકમાં ઈશ્યૂ થતાં લાયસન્સ (License) ને પણ બંધ કરવામાં આવશે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. ઘરે બેઠા જ હવે બધી પ્રક્રિયા થઈ જશે. જેના માટે સરકારે 8 RTO અધિકારીઓની કમિટી બનાવી છે. લર્નિંગ લાયસન્સના નિર્ણયમાં પણ ફેરફાર થશે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો