LCB STRUCK LIQUOR : રાપરમાં દારૂની કંટિંગ વેળાએ 4.80 લાખનો વિદેશી દારૂ અને બીયરના ટીન ઝડપ્યા, 5 લાખની કાર સહિત કુલ 9.80 લાખનો મુદ્દામાલ LCB એ જપ્ત કર્યો

LCB STRUCK LIQUOR : રાપરમાં દારૂની કંટિંગ વેળાએ 4.80 લાખનો વિદેશી દારૂ અને બીયરના ટીન ઝડપ્યા, 5 લાખની કાર સહિત કુલ 9.80 લાખનો મુદ્દામાલ LCB એ જપ્ત કર્યો.

LCB STRUCK LIQUOR
LCB STRUCK LIQUOR

રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી કે દુધડેરી વિસ્તારના રહેવાસી રાહુભા મંગળસિંહ સોઢા અને અજીતસિંહ મંગળસિંહ સોઢા ક્રેટા ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લાવીને પોતાના રહેણાંક મકાનના આંગણામાં કટિંગ કરી રહ્યા છે.

LCB STRUCK  LIQUOR
LCB STRUCK LIQUOR

પોલીસે તરત જ સ્થળ પર રેડ પાડી બંને આરોપીઓને પકડી પાડ્યા. આરોપીઓ પાસેથી 750 એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો રૂ. 13,200ની, 180 એમ.એલ.ના 807 કવાટર રૂ. 2,72,100ના અને 888 બીયરના ટીન રૂ. 1,95,360ના મળી કુલ રૂ. 4,80,660નો દારૂ જપ્ત કરવામાં આવ્યો.

આ ઉપરાંત રૂ. 5 લાખની કિંમતની ક્રેટા કાર (રજી.નં.જીજે-01 એચડબલ્યુ-6258) પણ જપ્ત કરવામાં આવી. આમ કુલ રૂ. 9,80,660નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં બે અન્ય આરોપીઓ – મનજી ઉર્ફે મનીયો માવજી કોલી (રહે. સમાવાસ, તા.રાપર) અને ક્રેટા કારમાં દારૂ ભરીને આપી ગયેલ અજાણ્યો વ્યક્તિ હજુ ફરાર છે. આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા, પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ અને એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *