ઓક્ટોબરના હવે 10 દિવસ જ બાકી, 6 દિવસ બેંકો રહેશે બંધ

ઓક્ટોબરના હવે દસ દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ દસ દિવસોમાં દિવાળી અને અન્ય તહેવારોને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે. ઓક્ટોબરના આ છેલ્લા 10 દિવસોમાં લગભગ 6 દિવસ બેંકો બંધ રહેશે. દેશના ઘણા શહેરોમાં બેંકો લગભગ આખું સપ્તાહ બંધ રહેશે. ચાલો જાણીએ કે આ સમય દરમિયાન કયા શહેરમાં રજા રહેશે?

આ શહેરોમાં બેંકો સતત 6 દિવસ સુધી બંધ રહેશે

22 ઓક્ટોબર 2022 – ધનતેરસ અને ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

23 ઓક્ટોબર 2022 – રવિવારે રજા રહેશે.

24 ઓક્ટોબર 2022 – કાલી પૂજા/દિવાળી/નરક ચતુર્દશીના કારણે ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલ સિવાય સમગ્ર દેશમાં બેંક હોલીડે મનાવવામાં આવશે.

25 ઓક્ટોબર 2022 – લક્ષ્મી પૂજા/દિવાળી/ગોવર્ધન પૂજાને કારણે ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલમાં રજા રહેશે.

26 ઓક્ટોબર 2022- ગોવર્ધન પૂજા/વિક્રમ સંવત નવા વર્ષનો દિવસ/ભાઈ દૂજ/દિવાળી/બાલી પ્રતિપદા/લક્ષ્મી પૂજા/પ્રવેશ દિવસ- અમદાવાદ, બેંગલુરુ, બેંગલુરુ, દેહરાદૂન, ગગતક, જમ્મુ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, શિમલા, શ્રીનગર બેંક બંધ રહેશે.

27 ઓક્ટોબર 2022 – ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર અને લખનૌમાં ભાઈ દૂજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા/દીપાવલી/નિંગોલ ચક્કુબાને કારણે બેંકો બંધ રહેશે.

રજા દરમિયાન વિવિધ બેંકોની ઓનલાઈન સેવાઓનો કરો ઉપયોગ 

તહેવારોની સિઝનમાં બેંક શાખાઓમાં રજાઓના કારણે બેંકોની કામગીરીને અસર થશે, પરંતુ ગ્રાહકોની સુવિધા માટે બેંકો તેમની ઓનલાઈન સેવાઓ દ્વારા સેવાઓ આપવાનું ચાલુ રાખશે. આનાથી ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતો ઘણી હદ સુધી પૂરી થતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *