
ખેરગામના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ કોંગ્રેસ દ્વારા ચિમકી આપવામાં આવી છે. યોગ્ય પગલા નહીં લેવાય તો વિરોધ કરીશું. અનંત પટેલના હુમલા મામલે કોંગ્રેસ સમિતી દ્વારા કલેક્ટરને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર બે દિવસ પહેલા હુમલો કરાયો હતો. જેને લઈને કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે, 72 કલાકમાં યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો વિરોધ કરીશું. કેમ કે, ભાજપની દેખરેખ હેઠળ આ હુમલો કરવામાં આવ્યો છે.
આ પ્રકારે હુમાલાઓ અગાઉ પણ કરવામાં આવ્યા છે. આ પ્રકારે તેમણે ભાજપ પર આક્ષેપ મુક્યા હતા.

તો આ અંગે વધુમાં જણાવતા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપ પ્રેરીત આ હુમલો કરાયો છે. આ હુમલો ફક્ત અનંત પટેલ પર જ નહીં પરંતુ આખા આદિવાસી સમાજ પર કરાયો છે. આરોપીઓ જો નહીં પકડાય તો આદિવાસીઓ આ મામલે વિરોધ કરશે. તેમ પણ તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું.