
KVO KUTCH : શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ મહાજન નુ મામેરૂ યોજના અંતગર્ત ૨૬૫મી દિકરીના લગ્નોત્સવ યોજી જીવનપંથ પર પદાપર્ણ કરતાં નવદંપતીને મહાજને આર્શીવાદ પાઠવી વિવિધ ભેટ અપર્ણ કરી.
KVO KUTCH : કુર્યાત સદા મંગલમ… આવા વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંકુલ મધ્યે આજથી બાર વરસ પહેલા અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન માન. શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી શ્રી ક.વી.ઓ. જૈન મહાજ ભુજ શરૂ કરેલ મહાજન નુ મામેરૂ યોજના અંતગર્ત આજરોજ અન્યોને પ્રેરણાદાઈ બને તેમ સામાન્ય જીવન જીવતાં અને પોતાના કાળજાના કટકા સમાન વ્હાલસોઈ દિકરીને ધામધુમ થી રંગે ચંગે લગ્ન કરવા અસમર્થ એવા પરિવારની કન્યાના લગ્ન કરાવી આપી વરસો જુની મહાજન પરંપરાને ખરા અર્થમાં સાર્થક કરી છે.
KVO KUTCH : આ વિશે વધુ માહિતી આપતાં સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતુ કે અમારી સંસ્થા દ્વારા વરસો જુની મહાજન પરંપરાને અનુસરીને સમાજન નાનામાં નાના વ્યકિત ને મદદરૂપ થઈ તેના જીવનમાં ખુશી લાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આજરોજ દરજી કામ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી સામાન્ય જીવન જીવતાં ભુજ તાલુકાના સુખપર નિવાસી શ્રી ઈશ્વરલાલભાઈ સોલંકી ની સુપુત્રી ચિ.કાજલ સંગે નખત્રાણા તાલુકાના કોટડા (જ.) નિવાસી શ્રી કમલેશભાઈ દરજીના સુપુત્ર ચિ.પ્રિન્સ સંગાથે સંસ્થાના ટ્રસ્ટીગણ, પ્રવાપાંખ,મહાજન, સખીવૃંદ ની બહેનો અને દાતાશ્રીઓની અને વર કન્યાના સ્નેહીજનોની ઉપસ્થિતીમાં યોજી આજે અવર્ણનીય આનંદ અને સંતોપ મેળવ્યો છે. આજના જમાના માં અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાની વ્હાલસોયી દિકરીના લગ્ન કેમ કરવા તે અંગે મોટી મુંઝવણમાં મુકાતા હોય છે. ત્યારે અમારી સંસ્થા ધ્વારા સંચાલીત મહાજન નું મામેરૂ યોજનાનો લાભ લઈ અને દિકરીના લગ્ન ની મુંઝવણમાંથી મુકત થવા જાાવ્યું હતું.
KVO KUTCH : આજના આ લગ્ન પ્રસંગે માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર, સમપર્ણવાળા શ્રી ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, શ્રીમતી જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર,શ્રી સૌલશન હસ્તે શ્રીમતી નેહાબેન ટોપરાણી અને શ્રી કેતનભાઈ ચોથાણી પરિવાર, શ્રીમતી જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, શ્રીમતી લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર (હસ્તે કમલેશ જવેલર્સ) પરિવાર, શ્રી તલસીભાઈ જોષી (ઔધવરામ ડેવલોપર્સ – ભુજ) પરિવાર, શ્રીમતી કસ્તુરબેન વિશ્રામભાઈ નારાયણજી ચંદે (પ્રકાશ એજન્સી- ભુજઃ પરિવાર,શ્રી ઔધવજીભાઈ ચાંપશી પલણ (એચ.પી.ગેસ -નખત્રાણા) પરિવાર,શ્રી મનિષભાઈ મુળજીભાઈ ભાટીયા પરિવાર (નખત્રાણા), શ્રી અનિલભાઈ માવજીભાઈ જોબનપુત્રા પરિવાર (નખત્રાણા), શ્રી મહેશભાઈ કે.સોની મહામંત્રી નખત્રાણા તાલુકા ભાજપ) (શ્રી વાઘેશ્વરી જર્વેલ્સ,મેઈન બજાર નખત્રાણા),દેવીસર હાલે નખત્રાણા નિવાસી શ્રી ગંગારામભાઈ મનજી (શ્રી વાઘેશ્વરી જર્વેલ્સ) વિગેરે દાતાશ્રીઓ ધ્વારા કન્યાને વિવિધ ભેટ અપર્ણ કરવામાં આવી હતી.
KVO KUTCH : આ પ્રસંગે મહાજનના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા,ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ છેડા,સહમંત્રી શ્રી હીરેનભાઈ પાસડ,ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ગાલા,શ્રી હિરાલાલભાઈ તૈયા,શ્રી સુરેન્દ્રભાઈ સાવલા,શ્રી ધીરેનભાઈ પાસડ,સખીવૃંદના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન છેડા,શ્રીમતી પ્રિનીબેન ગાલા,શ્રીમતી નિર્મળાબેન સાવલા,દાતા પરિવારના શ્રી રમેશભાઈ જોષી (નખત્રાણા) વિગેરેએ ઉપસ્થિત રહી નવ દંપતિને આર્શીવાદ અને ભેટ સોગાદ અપણ કરી હતી.
આ શુભ પ્રસંગે સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલાએ સમગ્ર વ્યવસ્થા સંભાળ હતી. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સંસ્થાના સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડે કરી હતી.વિધી વિધાનશ્રી તુષાર મારાજે કરાવ્યા હતા.ભોજનની વ્યવસ્થા શ્રી ભરતસિંહ સોનેગરાએ સંભાળી હતી.