
ભારત વિકાસ પરિષદ, કચ્છ-માંડવી શાખા દ્વારા આજરોજ શ્રી સ્વામીનારાયણ ગુરુકૂળ ખાતે વિધ્યાર્થીઓ માટે વક્તૃત્વ તથા ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ કોન્ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ની શરુઆત માં આચાર્ય શ્રી જીતેન્દ્રસિંહ સોલંકી એ સ્વાગત પ્રવચન કર્રયું હતું. એડવૉકેટ દિપકભાઈ સોની એ વિધ્યાર્થીઓ ને સ્વામી વિવેકાનંદ વિષય આધારીત પ્રશ્નોત્તરી કરીને કાર્યક્રમ ને રોચક બનાવ્યો હતો. સ્વામી શ્રી સંતસ્વરુપદાસજી એ વિધ્યાર્થીઓને વિવેકાનંદજી ના જીવન માંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
સંસ્થા ના પ્રમુખશ્રી કૈલાસભાઈ ઓઝા એ સંસ્થા નો પરિચય આપી તથા વિવેકાનંદજી ના સમગ્ર જીવન માંથી પ્રેરક પ્રસંગો ની છણાવટ કરી ને તથા તેમના શિકાગો વિશ્વ ધર્મ પરિષદ માં આપેલા જ્ઞાની વક્તવ્ય નો ઉલ્લેખ કરી ને ભારતીય સંસ્કૃતિ ની મહાનતા ને ઉજાગર કરી હતી.
આ કાર્યક્રમમાં ચેતનભાઈ જોષી, મહેશભાઈ ઓઝા, ડી.કે.પંચાલ, અશ્વિનભાઈ ચાવડા, ડૉ. પારુલબેન ગોગરી, કિશોરભાઈ દરજી, શાળા પરિવાર ના શિક્ષક ભાઈ બ્હેનો તથા મોટી સંખ્યા માં વિધ્યાર્થી સમુદાય હાજર રહ્યો હતો.
અંત માં ઉપસ્થિત સૌ એ રાષ્ટ્ર ગીત જન ગણ મન … નું ગાયન કર્યું હતું.
