
ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાત ના મુખ્ય મંત્રી હતા ત્યારથી તેમજ આજ પણ તેમની એવી ભાવના છે કે દરેક રાજયો માં આવેલ પૌરાણીક સ્થળો ને પર્યટન ક્ષેત્રે વિકસાવી અને વેગ મળે તેવા પ્રયત્નો દરેક રાજ્ય કરે તો દેશ ના આવા રાજ્યો માં રોજગારી ની પણ વધુ તકો ઉભી થઈ શકે તેમ છે અને થાય પણ છે જેનું ઉદાહરણ ગુજરાત ના કચ્છ જિલ્લા માં આવેલ કચ્છનું સફેદ રણ ને વિશ્વ લેવલે પ્રસિદ્ધિ અપાવામાં મુખ્ય યશભાગી ફાળો વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે તેમની દિવ્ય દૃષ્ટિ એ આ યુગ ના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની ગુજરાત ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી ગુજરાત ના પર્યટન સ્થળો ને પ્રવાસન નિગમ સાથે રાખી એડ ફિલ્મ દ્વારા ” કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” જેવા સ્લોગન સાથે બિગ બી અમિતાભ બચ્ચનના પહાડી અવાજે ગજબ ની કમાલ કરી દેશ અને દુનિયા ની નજર સમક્ષ કચ્છ ના આ સફેદ રણ ને મૂકી લાખો પ્રવાસીઓ ને કચ્છ તરફ આકર્ષાયા છે . વિશેષ માં કચ્છ માં અન્ય જોકે હજુ કચ્છ માં અનેક સ્થળો પ્રવાસીઓમાં ઓછા જાણિતા છે . વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ને વળી પાછું કચ્છ એડ ફિલ્મ માટે આવું પડે તેવા સંજોગો અમેરિકન એજ્યુકેશન કચ્છી યંગસ્ટર વરુણ સચદે એ તેવો જ કચ્છના એક સ્થળ કડિયા ધ્રો ( કાળિયા ધો ) ની નોંધ સાતે સમંદર પાર અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં લેવાઈ છે ! 52 સ્થળોની યાદીમાં કચ્છની કરોડો વર્ષ જુની ખડકીય સંરચનાની પસંદગી કરતા વૈશ્વિક સ્તરે પર્યટકો ની આ જગ્યા ને પસંદીત બની રહેશે ! ધ ન્યુ યોર્ક ટાઈમ્સ દ્વારા દર વર્ષે આવી યાદી બહાર પાડવામાં આવે છે . 2021 માં પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદીમાં કડિયા ધ્રોને ત્રીજા સ્થાને મુકવામાં આવ્યું છે . ચોંકાવનારી વાત એ છે કે વિશ્વ ના ખ્યાતનામ જુદા જુદા પર્યટકો તથા ફોટોગ્રાફરોએ વિશ્વભરમાંથી 2000 ફોટોસ તે જગ્યા ની માહિતી અને વિશિષ્ટતા યાદી સાથે મોકલવામાં આવ્યા હતા ભારતના ત્રણ સ્થળો ને સ્થાન મળેલ છે . જેમાં કચ્છ માં આવેલ ” કડિયા ધ્રો “ એ ભારતના હિમાલયના પ્રખ્યાત નંદાદેવી પર્વત અને લદાખને પણ સામેલ હતા આ બંને સ્થળો ના ફોટોસ ને પણ પાછળ રાખી દીધા છે ! કચ્છ ના આ ઇન્ટરનેશનલ શોખીન ફોટોગ્રાફરે ક્લિક કરેલ કાળિયા ધ્રો ની કલાત્મક ફોટોસને ન્યૂયોર્ક ટાઈમ્સ ‘ Fifty Two Places to Love in 2021 ‘ મા પસંદ કરાતાં વરુણ સચદે એ કચ્છ સાથે ગુજરાતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે . કોઈ વ્યક્તિ તેના હૈયું – મસ્તક – હાથ સાથે તેની દ્રષ્ટિ કામે લગાડીને કોઈ પણ કામ કરતો હોય ત્યારે તેની નોંધ માત્ર ઘર કે નગર જ નહીં , પરંતુ છેક સાત સાગર પારથી પણ લેવાય તેવું પણ બની શકે તે શકય છે . આ નિત્ય યુવાન પ્રવાસી અને કેમેરાની ક્લિકની કદર અમેરિકાના અગ્રીમ અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા કરાઈ ભુજ શહેરના વરુણ ઉર્મિશભાઈ સચદેએ પ્રવાસ દરમિયાન કેમેરામાં કેદ કરેલી કાળિયા ધ્વિશ્વ ના જોવાલાયક સ્થળો માં સ્થાન મળેલ છે
વિશેષ માં આ કાળિયા ધ્રો ની પસંદગી ધ ન્યૂયોર્ક ટાઈમ્સ ઓફ અમેરિકા કંઈ રીતે થઈ તે અંગે વિશેષ ખ્યાલ આપતાં વરૂણ સચદે એ જણાવ્યું હતું કે, 2021 મા દુનિયા ના લોકો અને પર્યટકો દુનિયા ની એવી કંઈ 52 જગ્યા જોઈ અને ફરી શકે તેવી જગ્યાઓ ના ફોટોસ તથા એ જગ્યા ની સંપુર્ણ માહિતી સાથે ભાગ લેવા ઓપન એન્ટ્રી ની લિંક મુકેલ.. દુનિયા ના 2000 પર્યટકો અને દિગજ્જ ફોટોગ્રાફરોએ પોતાના લેખિત પ્રતિભાવો સાથે દુનિયા માં જોવા લાયક સ્થળો ના ફોટોઝ મુક્યા હતા , 2000 લોકો ના વિડિયો કોલ થી દરેક સાથે દોઢ દોઢ કલાક ન્યૂઝ એડિટર ” એમિલી પામર ” દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જે જગ્યાઓના ફોટોસ અને સચોટ માહિતી મોકલવામાં આવેલ તે જગ્યાઓ માં એવું તે શું કારણો છે કે આ જગ્યાએ કે પ્રયટકો અને લોકો ને આકર્ષાઇને તે સ્થળ પર જવાનું મન થાય આવી ઘણી બધી રસપ્રદ માહિતી મેળવ્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ 2000 માંથી માત્ર 52 વિશ્વ વિખ્યાત જગ્યાઓની પસંદગી કરવામાં આવી હતી..