
KUTCH કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલનું કંડલા એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત

KUTCH 150 ટી.પી.ડી. ઈ-મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં સહભાગી થવા કચ્છ પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પોર્ટ, શિપિંગ તથા વોટરવેઝ કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલનું કંડલા એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
KUTCH મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના કચ્છ આગમન પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
KUTCH આ પ્રસંગે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, દીનદયાલ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંગ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર, આસામ પેટ્રોકેમિકલ્સ લિમિટેડના ચેરમેન બિકુલ ડેકા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી. ડાવેરા, તેમજ વેલસ્પનના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ ચિંતનભાઈ ઠાકર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કર્યું હતું.
KUTCH કચ્છ ખાતે યોજાનારા 150 ટી.પી.ડી. ઈ-મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી. ઈ-મિથેનોલ પ્લાન્ટના વિકાસને કચ્છના ઔદ્યોગિક અને ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે.
