KUTCH : જિલ્લામાં ચિંતાની લાગણી:એક સદી જુની નગરપારકર ફોલ્ટલાઇનમાં ફરી સળવળાટ, 3.7ની તીવ્રતાનું કંપન આવ્યું

KUTCH : જિલ્લામાં ચિંતાની લાગણી:એક સદી જુની નગરપારકર ફોલ્ટલાઇનમાં ફરી સળવળાટ, 3.7ની તીવ્રતાનું કંપન આવ્યું

KUTCH: ચાલુ જુલાઈ મહિનામાં ભૂકંપનો 7મો આંચકો આવતાં જિલ્લામાં ચિંતાની લાગણી

KUTCH : કચ્છમાં આવેલી 13 જેટલી ફોલ્ટલાઇનના કારણે સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. પણ આ જુલાઈ માસમાં કંપનનો દોર વધ્યો છે. કેમ કે એ જ મહિનામાં 3 થી વધુની તીવ્રતાના 7 જેટલા આંચકાના કારણે લોકોમાં પણ કયાંક થોડો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

KUTCH : 28 જુલાઈના રાત્રે 12:11 કલાકે ખાવડાથી 40 કિમિ દૂર પાકિસ્તાન સીમામાં કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. મહત્વની વાત એ છે કે 100 વર્ષ જૂની ફોલ્ટલાઇન હજુ પણ સક્રિય છે. અને તેમાં કંપન નોંધાઈ રહ્યા છે.

 

KUTCH : કચ્છ બોર્ડર પાસે આવેલી નગર પારકર ફોલ્ટ લાઈનમાં વર્ષ 1940માં પ્રથમ 6ની તીવ્રતાનો કંપન નોંધાયો હતો. જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે એક સદી જૂની આ ફોલ્ટ લાઈન હજુ પણ સક્રિય છે.

KUTCH : 4 ની તીવ્રતાથી વધુના આંચકા

     વર્ષ        તીવ્રતા

1 : 1940       6

2 : 1965     5.1

3 : 1985      5

4: 2023.      4.2

5 : 2024.     4.1

KUTCH: રણમાં ભૂકંપથી જમીન 20 ફૂટ ઉપર નીચે થઇ

કચ્છના રણમાં 4 ફોલ્ટલાઈન આવેલી છે, જેના કારણે આવતા સતત ભૂકંપના આંચકાથી જમીનની સપાટીમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ અંગે કચ્છ યુનિવર્સીટીના જિયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે આંચકાના કારણે રણની જમીન જમીન 20 ફૂટ ઉપર નીચે થઇ છે, રણમાં નાગરપારકર, આઇલેન્ડ ફોલ્ટ, અલ્લાહ બંધ અને ગોરા ડુંગર ફોલ્ટલાઇન રણને સૌથી વધુ અસર કરે છે, આ 4 ફોલ્ટલાઇનના કારણે જમીન 20 ફૂટ ઉપર નીચે થઇ છે જે ચિંતાજનક છે. ભવિષ્યમાં રણના પ્રવાસન અને ઉદ્યોગને પણ અસર કરી શકે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *