Koti Vriksha Andolan : માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના દાતા અને કોટી વૃક્ષ અભિયાનના પ્રણેતા એલ.ડી. શાહ ના નિધનથી માંડવી અને સંસ્થામાં ઘેરા શોક ની લાગણી ફેલાઈ.

Koti Vriksha Andolan : અંધ, અપંગ,મંદબુદ્ધિ અને બહેરા- મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા “અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી”ના દાતા અને કોટી વૃક્ષ અભિયાનના પ્રણેતા એલ.ડી.શાહ ના નિધનથી માંડવી શહેર અને સંસ્થામાં ઘેરા શોક ની લાગણી ફેલાઈ છે.
Koti Vriksha Andolan :સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહે સ્વ. એલ. ડી.શાહ ને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, તેઓ અનેકવિધ સંસ્થાઓ અને સંગઠનો સાથે આજીવન સંકળાયેલા રહીને પર્યાવરણ અને જળ સંચય ને જીવન મંત્ર બનાવ્યો હતો. કચ્છને હરિયાળુ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા” કોટી વૃક્ષ અભિયાન” હેઠળ લાખો વૃક્ષો વાવવાની 1992 થી આરંભાયેલી અણમોલ ઝુંબેશના સમગ્ર કચ્છી લોકો સાક્ષી છે “રમતા – રમતા વૃક્ષ વાવીએ, કચ્છને લીલુંછમ બનાવીએ.” ” પાણીનું ટીપે ટીપુ બચાવીને, કચ્છને આબાદ બનાવીએ.” એ એમના સુત્રો હંમેશા કચ્છને યાદ રહેશે.
Koti Vriksha Andolan :અત્રે એ ઉલ્લેખનીય છે કે સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહની પ્રેરણાથી સ્વ. લક્ષ્મીચંદ દેવજી શાહ (સ્વ.એલ.ડી.શાહ) એ સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય ને ‘જલારામ અનક્ષેત્ર ‘ના નામે રૂપિયા દસ લાખ(10,00, 000) જેટલી માતબર રકમનું દાન આપેલ હોવાનું સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી એ જણાવ્યું હતું.
Koti Vriksha Andolan :સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉ .મધુકરભાઈ રાણા,વર્તમાન પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહ મંત્રી સુલતાનભાઇ મીર, સહ ખજાનચી અશ્વિનભાઈ ગજેરા, કમલેશભાઈ પાઠક, અશ્વિનભાઈ શાસ્ત્રી અને સમગ્ર ટ્રસ્ટી મંડળે સ્વ .એલ.ડી. શાહ ને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડૉ .ચંદ્રકાંતભાઈ ચોથાણી, વી. આર. ટી.આઈ.ના પ્રકાશન અધિકારી ગોરધનભાઈ પટેલ” કવિ”, જૈન અગ્રણી જયેશભાઈ જી. શાહ, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ -ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી ની તાલુકા ગ્રુપ શાળા નંબર -1 ના પૂર્વ આચાર્ય ઈશ્વરલાલ ગણાત્રા વગેરે એ સ્વ. એલ.ડી. શાહ ના પર્યાવરણ લક્ષી કાર્યોને યાદ કરી પુષ્પાંજલિ અર્પી હતી.