KIRTI PATEL IN LAND GRABBING : કીર્તિ પટેલે ફ્લેટ પર 6 વર્ષથી કબજો કર્યો,કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી.

KIRTI PATEL IN LAND GRABBING : કીર્તિ પટેલે ફ્લેટ પર 6 વર્ષથી કબજો કર્યો,કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી.

KIRTI PATEL IN LANDGRABBING
KIRTI PATEL IN LAND GRABBING

KIRTI PATEL IN LAND GRABBING : તાજેતરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની બે કરોડની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કીર્તિ પટેલના ભોગ બનેલા લોકો પણ હવે સામે આવી રહ્યા છે. કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર દંપતીએ પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે હાથ જોડીને ન્યાય અપાવવાની અપીલ કરી છે.

KIRTI PATEL IN LAND GRABBING
KIRTI PATEL IN LAND GRABBING

KIRTI PATEL IN LAND GRABBING : કીર્તિ પટેલે છેલ્લાં 6 વર્ષથી આ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ બાબતે કીર્તિ પટેલની બહેનના દાવા પ્રમાણે આ ફ્લેટ તેમણે ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું, જોકે આ મામલે પુણા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પરવત પાટિયા વિસ્તારમાં મૂળ મહેસાણાના કીર્તિભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. તેમનાં પત્ની મંજુલાબેનના નામે સંતાનોના સારા ભવિષ્ય માટે 2016માં પુણાગામ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં 203 નંબરનો ફ્લેટ લીધો હતો, જેની કિંમત 20 લાખથી વધુ થાય છે. આ સાથે જ તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી છે. વર્ષ 2019માં કીર્તિ પટેલને ભાડે રહેવા માટે આપ્યો હતો.

KIRTI PATEL IN LAND GRABBING : આ દંપતીએ પુણા પોલીસમાં કરેલી અરજી પ્રમાણે, આ ફ્લેટનું ભાડું 9,500 અને ડિપોઝિટ પેટે 30,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. થોડા સમય માટે કીર્તિ પટેલ ફેમસ થઈ ગઈ હતી અને ન્યૂસન્સ પણ ફેલાવવા લાગી હતી. તેને ફ્લેટ ખાલી કરવા માટે કહ્યું હતું. શરૂઆતમાં કોરોનાનું બહાનું આપતી હતી અને ત્યાર બાદ અન્ય બહાનાં હેઠળ ફ્લેટ ખાલી કરતી નહોતી. આ સાથે જ ભાડું પણ ચૂકવતી ન હતી.

આ બાબતે 2022માં પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. આ સાથે જ કીર્તિ પટેલને પણ લોનના હપતા ન ભરાતાં હોવાનું કહેવા છતાં પણ તે ભાડું પણ આપતી ન હતી. જ્યારે પણ કીર્તિ પટેલ પાસે ભાડું અને ફ્લેટ આપી દેવાની વાત કરવામાં આવતી ત્યારે અભદ્ર વર્તન કરવામાં આવતું હતું. આ સાથે જ ધાકધમકીઓ પણ આપતી હતી. જેથી હેરાનપરેશાન થઈ ગયાં હતાં. છેલ્લાં છ વર્ષથી તે આ ફ્લેટ પર કબજો જમાવીને બેઠી છે.

KIRTI PATEL IN LAND GRABBING : આ અંગે ફ્લેટ માલિક કીર્તિભાઈ પટેલનાં પત્ની મંજુલાબેને જણાવ્યું હતું કે પોલીસ કમિશનર સાહેબ કલેકટર સાહેબને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે જે ટિકટોકથી જાણીતી બનેલી એ કીર્તિ પટેલે અમારા ફ્લેટ પર છ વર્ષથી કબજો કર્યો છે. તે ભાડું પણ નથી આપતી અને ફ્લેટ ખાલી પણ નથી કરતી અને ઉપરથી દાદાગીરી કરે છે. બે કરોડની ખંડણીના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે તો અમારો ફ્લેટ પરત આપવા વિનંતી છે. અમારા ફ્લેટ પર અમે જતાં ત્યારે તે દાદાગીરી કરતી હતી.

જ્યારે ફ્લેટમાલિક કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે આસપાસમાં રહેતા લોકો પણ હેરાનપરેશાન થઈ ગયા હતા. અમારો પરિવાર પણ તેનાથી પરેશાન છે. અમને કોઈ હિસાબે અમારો ફ્લેટ ખાલી કરાવીને અપાવો. આ ફ્લેટના દસ્તાવેજ સહિતના બધા જ ડોક્યુમેન્ટ અમારી પાસે છે. આ ફ્લેટ પર લોન છે, એના હપતા પણ હું ભરું છું. આ ફ્લેટના તમામ દસ્તાવેજ મારી પત્ની મંજુલાબેન.ના નામના છે. કીર્તિ પટેલ આ ફ્લેટ પચાવી પાડવા માગે છે. ગુજરાતના મુખ્યમંત્રી સુરતના પોલીસ કમિશનર અને કલેક્ટરને મારી વિનંતી છે કે અમારો ફ્લેટ ખાલી કરાવી આપો અને અમને ન્યાય અપાવો.

KIRTI PATEL IN LAND GRABBING : કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની અરજી પુણા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. આ બાબતે પુના પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. કીર્તિ પટેલને આ અરજી બાબતે નિવેદન નોંધાવવા માટે અગાઉ ઘણીવાર કહેવામાં આવ્યું છે, જોકે તે નાસતીફરતી હોવાથી એક પણ વાર નિવેદન નોંધાવ્યું નથી. આ સાથે જ તેણે તેનું પક્ષ પણ મૂક્યો નથી. જેથી આગામી સમયમાં કીર્તિ પટેલ સામે લેડ ગ્રેબિંગ સહિતનો ગુનો દાખલ થઈ શકે એવી શક્યતા પણ છે.

YOGA DAY
YOGA DAY

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *