કડાકો / સપ્તાહના પહેલા જ દિવસે બજારમાં જોરદાર ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળી વેચવાલી

Stock Market Closing : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે પણ શેરબજારમાં વેચવાલીનો દબદબો રહ્યો છે. આજે પણ સેન્સેક્સ-નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ થયા છે. આજે સેન્સેક્સ 638.11 પોઈન્ટ અથવા 1.11 ટકાના ઘટાડા બાદ 56,788.81 ના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 207.00 પોઈન્ટ અથવા 1.21 ટકાના વધારા સાથે 16,887.35 ના લેવલ પર બંધ થયો હતો.

ડો રેડ્ડી ટોપ ગેનર

સેન્સેક્સના ટોપ-30માંથી 3 શેરમાં તેજી રહી છે. આજે ડૉ. રેડ્ડી, NTPC અને ભારતી એરટેલના શેરમાં જોવા મળી છે. આ સિવાય 27 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે.

મારૂતિના શેરમાં સૌથી વધુ ઘટાડો

આ સિવાય લુઝર શેર્સની યાદીમાં મારુતિ ટોપ પર છે. મારુતિના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય HUL, IndusInd Bank, Bajaj Finance, SBI, ITC, Bajaj Finserv, Kotak Bank, ICICI Bank, LT, TCS, HDFC, HDFC બેંક, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઇન્ડિયા, ટાટાઇન, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, HCL ટેક, સન ફાર્મા, વિપ્રો સહિત ઘણી કંપનીઓના શેરોમાં વેચવાલી જોવા મળી છે.

ફાર્મા અને હેલ્થકેર સિવાય તમામ સેક્ટરમાં ઘટાડો

સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં ખરીદી જોવા મળી છે. આ સિવાય તમામ લાલ નિશાનમાં બંધ છે. આજે નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, આઇટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.

લાલ નિશાનવાળા શેર

અદાણી એન્ટરપ્રાઈઝ 8.64 ટકા, આઈશર મોટર્સ 5.67 ટકા, અદાણી પોર્ટ્સ 4.42 ટકા, મારૂતિ સુઝુકી 3.18 ટકા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 3.10 ટકા, એચચૂએલ 2.74 ટકા હિંડાલ્કો 2.46 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 2.44 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

ગયા અઠવાડિયે કેવી હતી સ્થિતિ ?

મોનેટરી પોલિસીની જાહેરાત બાદ શુક્રવારે શેરબજારમાં ઘણા દિવસો સુધી સતત ઘટાડો અટક્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ બંધ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *