
Jlanakalyan Medical Society: દુર્ગાપુરમાં સાધ્વીજી મહારાજ સાહેબના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે જાહેર થયેલ ₹1,11,111/- ના દાનનો ચેક જનકલ્યાણ મેડિકલ સોસાયટીને અર્પણ કરાયો
Jlanakalyan Medical Society : માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે તાજેતરમાં પ. પૂ. વિપુલગુણાશ્રીજી મ. સા. આદિઠાણા ૦૫ (પાંચ)ના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે જાહેર થયેલ ₹1,11,111/- ના દાનનો ચેક તાજેતરમાં માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીને અર્પણ થયો હતો.
Jlanakalyan Medical Society:દાતા સ્વ. માતૃશ્રી દેવકાબેન મૂળજી કાનજી ગાલા અને શ્રીમતી નલીનીબેન ગાલા ની સ્મૃતિમાં રાજુભાઈ કે. પી. શાહ અને વ્રજલાલભાઈ ગાલાએ કેન્સર અને ડાયાલિસિસ ના ગરીબ દર્દીઓ માટે રૂપિયા 1,11,111/- (એક લાખ અગીયાર હજાર એક સો અગીયાર)ના દાનનો ચેક જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારાને અર્પણ કરેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
રૂપિયા 1,11,111/- નું માતબાર દાન આપવા બદલ સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા અને સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનો આભાર માનેલ હોવાનો સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.