J&k : રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 5 જવાનો શહીદ

J&k : જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના કંડી વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ શરૂ થઈ હતી.આ અથડામણ દરમિયાન સેનાના 2 જવાનો શહીદ થયા જયારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 જવાનો શહીદ થયા છે.

ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કરાયું

DGPના જણાવ્યા અનુસાર પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકવાદી હોવાની સૂચના મળતા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. સુરક્ષા દળો શંકાસ્પદ સ્થાને પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. હજુ પણ આ વિસ્તારમાં 2થી3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. આતંકવાદીઓની હલચલના કારણે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *