Janmashtami : કૃષ્ણ જન્મોત્સવ માટે દ્વારકા નગરી તૈયાર, જનમેદનીને પહોંચી વળવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Janmashtami : કૃષ્ણ જન્મોત્સવ માટે દ્વારકા નગરી તૈયાર, જનમેદનીને પહોંચી વળવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Janmashtami
Janmashtami

Janmashtami : દ્વારકાધીશ જગત મંદિરથી મેળા સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડ્રોનના માધ્યમથી પણ ખાસ જગત મંદિરની સુરક્ષા કરવામાં આવશે.

Janmashtami : ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું મહત્તમ જીવન જ્યાં વિતાવ્યું તેવી દ્વારકા નગરી કૃષ્ણના જન્મોત્સવ માટે તૈયાર છે. જે માટે આખું શહેર રોશનીથી શણગારેલું છે, અહીં જન્માષ્ટમીના દિવસે 3થી 4 લાખ મુલાકાતીઓ આવે છે. દ્વારકાધીશ મંદિર કે જે સામાન્ય રીતે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, તે 16 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિથી 17 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે.

ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે..મંદિર ખાતે 6 ઝોનમાં પોલીસ તૈનાત રહેશે જેમાં 2 Dy.SP, 19 PI-PSI, 161 પોલીસ જવાનો મળીને કુલ 356 પોલીસનો બંદોબસ્ત રહેશે. આજ રીતે બેટ દ્વારકા ખાતે પણ વિશેષ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનના માધ્યમથી પણ ખાસ જગત મંદિરની સુરક્ષા કરવામાં આવશે.

જગત મંદીર ખાતે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટશે

લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જગત મંદિર ખાતે દર્શનાર્થે ઉમટશે. જેને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન દ્વારા કુલ 6 ઝોનમાં પોલીસ બંદોબસ્તની વહેચણી કરવામાં આવી છે જેમાં 4 Dy.SP, 51 PI-PSI, 516 ASI-HC-PC તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ 1153નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યા છે. બેટ દ્રારકા મંદિર ખાતે 1 DYSP, 8 PI-PSI, 66 ASI-HC-PC તેમજ GRD, SDR, TRB, HB મળી કુલ 161નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *