
જૂનાગઢના સક્કરબાગ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને સક્કરબાગમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા સંજયરાજ અરજણભાઈ મૂળિયા ઉંમર વર્ષ 41 ગતરાત્રે દોલતપરા પોલીસ ચોકી સામે આવેલી ઈંડાની લારીએ જમવા ગયા હતા જ્યાં બાજુમાં શાકભાજી ભરેલી રીક્ષા ઉભી હોવાથી ફોરેસ્ટરે બાજુમાં બાઇક પાસે ઊભેલા બે વ્યક્તિને શાકભાજી વેચવાનું છે એમ પૂછ્યું હતું. આથી બંને શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા આથી ફોરેસ્ટરે માફી માગી લીધી હતી અને ત્યારબાદ લારીએ જમવા ગયા હતા તે જમી રહ્યા હતા ત્યારે કેતન ખાણીયા ગોજીયા અને 1 અજાણ્યા શખ્શે આવી ફોરેસ્ટર સંજયરાજ મૂળિયા પર પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં માથામાં ગંભીર ઈજા થઈ હતી અને જમણા હાથમાં આંગળીનો નખ નીકળી ગયો હતો આ અંગે જાણ થતા પોલીસ પહોંચી હતી અને પોલીસની વાનમાં જ ફોરેસ્ટરને સારવારમાં ખસેડાતા ત્યાં માથામાં છ ટકા આવ્યા હતા. આ અંગે ફોરેસ્ટરે તપાસ કરતા હુમલો કરનાર એક કેતન ખાણીયા રમેશ ગોજીયા અને ત્રીજો અજાણ્યો માણસ હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ હુમલામાં ફોરેસ્ટરને આ ત્રણેય એવો માર માર્યો હતો કે પાઇપ અને ધોકા પણ તૂટી ગયા હતા. આ બનાવથી ચકચાર વ્યાપી ગઈ હતી