
ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે ગાંધીનગરની સ્ટેટ વિજીલન્સનો દરોડો : કાર સાથે 6 લાખનો મુદ્દામાલ જપ્ત
સ્થાનિક પોલીસ અંધારામા રહીને સ્ટેટ મોનીટરીંગે ઝાલોદના પેથાપુર પાસેથી બીઅરનો જથ્થો ઝડપી પાડયો, કાર સાથે 6 લાખનો મુદ્દામાલ જપ્ત
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સ ટીમે દરોડો પાડયો હતો. જેમાં એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. 97,200નો બીયરના જથ્થા સાથે ગાડીના ચાલકની અટકાયત કરી કુલ રૂા. 6,03,480નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાતમીના આધારે સ્ટેટની ટીમ ત્રાટકી ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સ ટીમને મળેલી બાતમીના આધારે ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે જતાં લીમડી ચાકલીયા તરફના રસ્તે નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસ આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી. તે સમયે જ ત્યાંથી બાતમીમાં દર્શાવેલી એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ચાલક ઉપરાંત ફરાર 6 સામે ગુનો દાખલ કર્યો ફોર વ્હીલર ગાડીને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક વિક્રાંતસિંહ મદનસિંહ રાવની પોલીસે અટકાયત કરી હતી.ગાડીની તલાસી લેતાં તેમાંથી 972 નંગ બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો.જેની કિંમત રૂા. 97,200 થાય છે.જથ્થા સાથે ગાડીની કિંમત, રોકડા રૂપીયા વિગેરે મળી કુલ રૂા. 6,03,480ના મુદ્દામાલ સાથે આ ગુનામાં વોન્ટેડ રૂપેશ પ્રવિણભાઈ કોળી (રહે. રણીયાર, તા.ઝાલોદ, જિ.દાહોદ), સંજય ઉર્ફે લાંબો જેઠાભાઈ પરમાર (રહે. લીમખેડા, જિ. દાહોદ), રાજુભાઈ વૈષ્ણવ (રહે. રાજસ્થાન), અક્ષયભાઈ (પીટોલ, મધ્યપ્રદેશ), અને વિદેશી દારૂ મંગાવનાર કાલોલ, જિ. ગોધરાના માણસ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.