
JAIN : 25 મી જુનને રવિવારના રોજ કચ્છી જૈન સંતો મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.
ચાતુમૉસના ચાર મહિનામાં ધાર્મિક અનુષ્ઠાનોની સાથે વ્યસન મુક્તિના કાર્યક્રમો કરશે.
શ્રી કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન (JAIN) સંઘના પરમ પૂજ્ય ગુરૂવયૅ શ્રી ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પ.પૂ.શ્રી નરેશ મુની “આનંદ” મ. સા. (ભોજાય કચ્છ વાલા) અને પ. પૂ. શ્રી ઓજસ મુની “મંગલ” મ. સા. (બેરાજા કચ્છ વાલા) કચ્છી જૈન સંતો શ્રી ગુજરાતી સ્થાનકવાસી જૈન (JAIN) સંઘ ઇન્દોર (મધ્યપ્રદેશ)માં તા. 25/ 06 ને રવિવારના ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.

બંને જૈન સંતો, માતૃશ્રી ઉજમબેન સુંદરજી દોશી જૈન (JAIN) ભવન ઈન્દોરમાં ચાતુર્માસ ના ૪ મહિના દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનની સાથે સાથે વ્યસનમુક્તિના વિવિધ કાર્યક્રમો કરનાર હોવાનું પ. પૂ. નરેશમુની પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.