
Inner Will Club : ઇનર વિલ ક્લબ ઓફ માધાપર લોટસે સેવાકીય કાર્યો માટે 10 એવોર્ડ મેળવ્યા
Inner Will Club : તાજેતરમાં જ જયપુર હોટલ ક્લાર્ક આમેર ખાતે વાર્ષિક એસેમ્બલી 305 ની રાજસ્થાન ખાતે મળી હતી જેમાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ ની તમામ ક્લબો હાજર રહી હતી ત્યાં વિવિધ જાતના તાલીમી તથા સાંસ્કૃતિક પ્રોગ્રામો યોજાયા હતા અને વિવિધ ક્લબની બહેનોએ કરેલા કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે ઇનર વ્હીલ ક્લબ માધાપર લોટસ એક નાનકડી ક્લબ છે જેના ક્લબ તરફથી ડોક્ટર મમતાબેન ભટ્ટ અને ડોક્ટર રૂપાલીબેન મોરબીયા આ સમારંભમાં સૌભાગીદારીતા નોંધાવી અને હાજર રહ્યા હતા અને વર્ષ દરમિયાન કરેલા કાર્ય શિક્ષણ સમાજ સેવા પર્યાવરણ હેલ્થ અને હાઇજીન કન્યા શિક્ષણ પર્યાવરણ જાળવણી ગ્રેવોટર મેનેજમેન્ટ વૃક્ષારોપણ મહિલા સશક્તિકરણ જેવા વિષયોમાં 10 એવોર્ડ પ્રાપ્ત થયા અને ડિસ્ટ્રિક્ટ રીના જી અગ્રવાલ તથા નિશાજી ખાંડપુરાના હસ્તે ઇનર્વીલ ક્લબના પ્રેસિડેન્ટ ડોક્ટર મમતા ભટ્ટ અને ડોક્ટર રૂપાલી મોર બી યાએ આ સન્માન સ્વીકાર્યું હતું અને કચ્છમાં આવી કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી પારુલબેન કારા ના હસ્તે તમામ મેમ્બરોએ નાનકડી ઉજવણી કરી આ એવોર્ડ મળ્યા બદલ ખુશી વ્યક્ત કરી હતી

Inner Will Club : પારુલ બેન ને પણ ક્લબનું મેમ્બરશીપ સ્વીકાર્યું હતું રીંકલબેન રાજાની એ પ્રસંગ પરિચય કરાવ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન ક્લબ આઈએ એસ.ઓ શ્રીમતી અર્ચના ગાંધી એ કર્યું હતું વ્યવસ્થા કામિનીબેન કુબડીયાએ સંભાળી હતી સોનલબેન કોમલબેન જીગીશા જાની અને ડોક્ટર ભારતીબેન આ પ્રસંગે હાજર રહ્યા હતા અને આભાર વિધિ સેક્રેટરી કૈલાસબેન કપુપરા કરી હતી