INDIA WILL RESPOND AGGRESSIVELY : હવે આતંકવાદી હુમલા દેશ સામે ભારત આક્રમક જવાબ આપશે, સેના ભવિષ્યના જોખમોનો અગાઉથી સામનો કરશે

INDIA WILL RESPOND AGGRESSIVELY : હવે આતંકવાદી હુમલા દેશ સામે ભારત આક્રમક જવાબ આપશે, સેના ભવિષ્યના જોખમોનો અગાઉથી સામનો કરશે

INDIA WILL RESPOND AGGRESSIVELY
INDIA WILL RESPOND AGGRESSIVELY

INDIA WILL RESPOND AGGRESSIVELY : ભારતીય સેના આતંકવાદ અને નવા પ્રકારના પડકારોનો સામનો કરવા માટે ‘નવા યુદ્ધ સિદ્ધાંત’ અપનાવવાની તૈયારી કરી રહી છે. ખરેખરમાં, દાયકાઓથી સરહદ પાર આતંકવાદ સામે લડવાથી શીખેલા પાઠ અને હાલના ઓપરેશન સિંદૂર તેનો આધાર બનશે.

INDIA WILL RESPOND AGGRESSIVELY : નવા યુદ્ધ સિદ્ધાંતમાં જણાવવામાં આવશે કે આતંકવાદી હુમલાઓ દેશ સામેનું યુદ્ધ છે. નોન સ્ટેટ એકટર્સની આડમાં આતંકવાદનો ‘સ્ટેટ પોલિસી’ તરીકે ઉપયોગ કરનારાઓ સાથે લડવા માટે સશસ્ત્ર દળો 24 કલાક તૈયાર રહેશે. આવી આક્રમક વ્યૂહરચના નવી યુદ્ધ નીતિનો આધાર હશે. લશ્કરી બાબતોનો વિભાગ નવા યુદ્ધ સિદ્ધાંતના તમામ પાસાઓ પર કામ કરી રહ્યો છે.

INDIA WILL RESPOND AGGRESSIVELY : નવો સિદ્ધાંત ‘વ્યૂહાત્મક સંયમ’ ને બદલે ‘સક્રિય નિવારણ’, ‘પ્રીમેપ્ટિવ સ્ટ્રાઇક્સ’ અને ‘નિવારક કાર્યવાહી’ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આનો અર્થ એ છે કે દુશ્મનને અગાઉથી અટકાવવો, જો કોઈ જોખમ દેખાય તો હુમલો કરવો અને ભવિષ્યના જોખમનો અગાઉથી સામનો કરવો.

INDIA WILL RESPOND AGGRESSIVELY : તેને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની દેખરેખ હેઠળ ફાઈનલ કરવામાં આવશે. શરૂઆતમાં, સેનાએ ફ્યુચર વોરફેર એનાલિસિસ ગ્રુપની રચના કરી છે, જે યુદ્ધની પદ્ધતિઓનો અભ્યાસ કરશે. આ ગ્રુપની ભલામણોના આધારે, નવી ટ્રેનિંગ સિસ્ટમ, લશ્કરી દળોનું આધુનિકીકરણ, ખરીદી અને ઓપરેશનલ પ્લાનિંગ નક્કી કરવામાં આવશે.

INDIA WILL RESPOND AGGRESSIVELY
INDIA WILL RESPOND AGGRESSIVELY

સીડીએસ જનરલ અનિલ ચૌહાણે શાંગરીલા ડાયલોગમાં તે વ્યૂહાત્મક ફેરફારોનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે નવી યુદ્ધ વ્યૂહરચના જરૂરી છે. આ અંતર્ગત, 3 ફેરફારો થશે.

  1. વેપન સિસ્ટમ્સ સબ-સોનિકથી સુપર અને હાઇપર-સોનિક બની ગઈ છે. સ્ટીલ્થ ટેકનોલોજીએ હુમલા અને બચવાની કળાને નવી વ્યાખ્યા આપી છે.
  2. એઆઈ, મશીન લર્નિંગ અને મોટા ભાષા મોડેલોએ નિર્ણય લેવાની ક્ષમતાઓને ઝડપી બનાવી છે. વોરફેયરનું ઈન્ટેલીજેશન થયુંછે.
  3. જમીન, હવા અને સમુદ્રમાં સેન્સર ટેકનોલોજી પરિપક્વ થઈ હોવાથી, યુદ્ધભૂમિ હરીફ દળો માટે પારદર્શક બની ગયું છે. બંને પક્ષો પાસે સંપૂર્ણ માહિતી રહે છે.

INDIA WILL RESPOND AGGRESSIVELY : સેના ટેકનોલોજી આધારિત કામગીરી પર ખાસ ધ્યાન આપશે. સામ-સામે લડાઈ ઓછી કરવી જોઈએ. હુમલા માટે સ્કેલ્પ, હેમર અને બ્રહ્મોસ જેવા મિસાઇલો અને સંરક્ષણ માટે આકાશ અને સ્કાય સ્ટ્રાઇકર જેવા ડ્રોનનો ભંડાર વધારવામાં આવશે.

તૈયારીઓ એવી હશે કે દુશ્મન એનો અંદાજ લગાવી શકશે નહીં કે કઈ ઉશ્કેરણીનો કેટલો જવાબ આપવામાં આવશે. ઓપરેશન સિંદૂરમાં પણ આ જ રણનીતિ અપનાવવામાં આવી હતી.
જાહેર અભિપ્રાયને આપણા પક્ષમાં રાખવા માટે, તાત્કાલિક પ્રચાર બંધ કરવો અને યોગ્ય માહિતી સાથે યોગ્ય વાર્તા બનાવવી જરૂરી છે. નવા યુદ્ધ સિદ્ધાંતમાં, મીડિયા યુદ્ધમાં એક મહત્વપૂર્ણ કડી હશે.

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પાકિસ્તાનને સીધો સંદેશ હતો કે આતંકવાદના આકાઓને છોડવામાં આવશે નહીં.

INDIA WILL RESPOND AGGRESSIVELY : ઓપરેશન સિંદૂર પણ પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેણે સમગ્ર દેશને ખૂબ જ ઘાયલ કર્યો હતો. આ વખતે ભારતે આ ઘટના પર માત્ર દુઃખ વ્યક્ત કર્યું જ નહીં, પરંતુ યોગ્ય જવાબ પણ આપ્યો.

લદ્દાખના દ્રાસમાં કારગિલ વિજય દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં જનરલ દ્વિવેદીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું- દુશ્મનને જવાબ આપવો હવે ન્યુ નોર્મલ બની ગયું છે.

કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવા પર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા. તેમની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. રાજનાથે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

૨૨ એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ 26 પ્રવાસીઓના મોત નીપજ્યા હતા. 7 મેના રોજ, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. સેનાએ 100 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 10 મેના રોજ સાંજે 5 વાગ્યાથી બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *