INCOME TAX RAID IN GUJARAT : કંપનીમાં કામ કરતા ઉંચા પગારદારો આઈટીના રડારમાં, ટેક્સ પ્રેક્ટિસનર પાસેથી 150 લોકોનું લિસ્ટ મળ્યું

INCOME TAX RAID IN GUJARAT : કંપનીમાં કામ કરતા ઉંચા પગારદારો આઈટીના રડારમાં, ટેક્સ પ્રેક્ટિસનર પાસેથી 150 લોકોનું લિસ્ટ મળ્યું

INCOME TAX RAID IN GUJARAT
INCOME TAX RAID IN GUJARAT

INCOME TAX RAID IN GUJARAT : ગત 14 જુલાઈ, 2025ના રોજ ખોટી રીતે TDS મેળવવા અને કર માફીના લાભ મેળવવા બદલ આવકવેરા વિભાગે ગુજરાતમાં કુલ 15 સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજકોટ જિલ્લા(ગોંડલ-ધોરાજી)માં ચાલતું સર્ચ અને સર્વે પૂર્ણ થતા રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી આઈ.ટી.ની ટીમને 150 જેટલા લોકોનું લિસ્ટ મળ્યું છે.

હવે આ લોકોને સમન્સ પાઠવી ટેક્સ ભરવા જાણ કરવામાં આવશે. જેમાં જો કોઈ કરદાતા ટેક્સ ભરપાઈ નહીં કરે તો પેનલ્ટી સાથે ટેક્સ વસુલાત કરવા તૈયારી આઇટી વિભાગ દ્વારા કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સામે આવ્યું છે.

INCOME TAX RAID IN GUJARAT : સૌરાષ્ટ્રની સાથે સાથે આઈટી ડિપાર્ટમેન્ટે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ કરી હતી.રત્ન કલાકારો, બિઝનેસમેનો અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા ઉંચા પગારદારો આઈટીના રડારમાં આવ્યા છે.

આઈ.ટી.ની ઇન્વેસ્ટિગેશન વિગ રાજકોટ, ધોરાજી, ગોંડલ સહિત રાજ્યમાં અલગ અલગ સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટની તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઈન્કમટેક્સ ફિલ્ડ સર્વે પૂર્ણ થયા બાદ હવે આગામી સમયમાં રાજકીય પક્ષોને દાન આપીને 10% સુધીની કર રાહત મેળવતા અનેક કરદાતાઓને આવકવેરા વિભાગ દ્વારા નોટિસો આપવાનું શરૂ કરાશે.

INCOME TAX RAID IN GUJARAT : રાજકોટ, ગોંડલ અને ધોરાજીમાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાં તપાસ શરૂ કરી હતી. જેમાં એક મોટો ડેટા જપ્ત કરવામાં આવ્યો છે. આ ડેટામાં ટેક્સમાંથી રાહત મેળવવા માટે નાણાંકીય ગોઠવણ કરનારા 150 જેટલા નોકરિયાત કરદાતાઓનાં નામ મળી આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ લિસ્ટના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ હવે આ કરદાતાઓને સમન્સ પાઠવશે. આ પછી પણ ટેક્સ ભરપાઈ નહીં કરે તો તેમની પાસેથી પેનલ્ટી વસુલ માટે પણ તૈયારી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે.

INCOME TAX RAID IN GUJARAT : નાની રાજકીય પાર્ટીઓને દાન આપી કર રાહત મેળવતા અનેક મોટા કરદાતાઓને ત્યાં આવકવેરા વિભાગે તવાઈ બોલાવી ઇન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધરી એવા લોકો કે જે જાણતાં અજાણતાં આ પેટર્ન અપનાવી છે, તેમને એક મેસેજ આપ્યો છે કે જો આ પેટર્ન અપનાવી હોય તો ભૂલ સુધારી રિટર્ન રિવાઇઝડ કરી ટેક્સની રકમ ચૂકવી દે અન્યથા વ્યાજ પેનલ્ટી સહિતની કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

ધોરાજીમાં આઈટી રેડ સમયની તસવીર.
ધોરાજીમાં આઈટી રેડ સમયની તસવીર.

INCOME TAX RAID IN GUJARAT : જે રાજકીય પક્ષોને કરદાતાઓએ દાન આપ્યા છે તેમાંથી અનેક પાર્ટીઓના નામ સ્ક્રુટીનીમાં નામ ખુલ્યા છે. જેમાં રાષ્ટ્રીય નાગરિક પાર્ટી, લોકશક્તિ પાર્ટી,સૌરાષ્ટ્ર જનતા પાર્ટી, નવસર્જન, ભારત પાર્ટી,અપના દેશ સહિત 20 જેટલી પાર્ટીના નામ આવકવેરા વિભાગ પાસે આવ્યા છે.

જ્યારે સુરતની વાત કરીએ તો રત્ન કલાકારો, બિઝનેસમેનો અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા ઉંચા પગારદારો આઈટીના રડારમાં આવ્યા છે. ઇન્વેસ્ટિગેશન વિંગે કેટલાક રત્નકલાકાર, જાહેર સાહસ કે બેંક કર્મી રિટર્ન ભરતી વખતે પોલિટિકલ પાર્ટી, વીમા, સ્કૂલ ફી વગેરેના આડેધડ ક્લેઇમ કરીને ટેક્સ બચાવી લેતા હતા. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવા લોકો ઉપર વોચ રાખી રહ્યું છે. માત્ર સુરતમાં નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારે ખોટા ક્લેઇમ કરીને ટેક્સ ચોરી કરતા હોવાથી તેમને ઝડપી પાડી આવનાર દિવસોમાં આવા કરદાતેઓને રડારમાં રાખી કાર્યવાહી કરશે.

INCOME TAX RAID IN GUJARAT : આવકવેરા વિભાગે દેશભરમાં 200થી વધુ જગ્યાએ સી.એ., ટેક્સ કન્સલ્ટન્ટ અને પગારદાર કર્મચારીઓને ત્યાં દરોડા પાડયા હતા. જેમણે નાની પોલિટિકલ પાર્ટીઓને દાન આપીને રોકડી કરી હતી. નાની નાની પોલિટિકલ પાર્ટીઓને જે વધુ ચર્ચામાં રાજકીય રીતે રહેતી નથી તેને ફંડ આપીને સીએ જેવા આઇટીના નિષ્ણાંતોની મદદ લઈને કર ચોરી કરવામાં આવી રહી છે.

સુરતમાં ચાર સ્થળે તપાસ શરૂ કરાઈ હતી. જેમાં વરાછા અને નાનપુરાના બે સી.એ. અને ટેક્સ કન્સલ્ટન્ટનો સમાવેશ થાય હતો. સુરત, વાપી અને ભરૂચ ખાતેના દરોડામાં 150થી વધુ અધિકારીઓ જોડાયા છે. કેટલાં બોગસ રિટર્ન અને ક્લેઈમ કરાયા છે એની અધિકારીઓ યાદી બનાવી રહ્યા છે.

INCOME TAX RAID IN GUJARAT : ખોટા ક્લેઈમનો આંકડો કરોડોને પાર જઈ શકે છે.તપાસમાં સામે આવ્યા બાદ જેટલી રકમના ખોટા ક્લેઈમ હશે તેના પર ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ભરવી પડશે. હાલ રિટર્નની જે જૂની ઢબ છે તેમાં આ તપાસ શરૂ કરાઈ છે.

INCOME TAX RAID IN GUJARAT : અમદાવાદમાં 3, સુરતમાં 4, અંકલેશ્વરમાં 1, વાપી 1, પાટણમાં 2, ભરૂચમાં 1, રાજકોટમાં 1, ગોંડલમાં 1, ધોરાજી અને મહિસાગરમાં મળીને કુલ 15 સ્થળે કાર્યવાહી કરાઈ હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *