આપત્તિ સમયે રાખીએ સાવધાની સલામતી રહેશે આપણી

સાવચેતી અને સાવધાની થી ભૂકંપમાં જાગૃત રહીએ

૧૯૫૬માં અંજારમાં આવેલ ભૂકંપ અને ૨૦૦૧માં કચ્છમાં આવેલ ભૂકંપે મોટી ભયાનક હોનારત સર્જી હતી. સમગ્ર કચ્છ, મોટાભાગનો ઉત્તર, મધ્ય અને ઉત્તર દરિયા કાંઠાના સમગ્ર સૌરાષ્ટ્રનો ભાગ અતિશય ભારે તીવ્રતા ભૂકંપઝોનમાં આવે છે. કચ્છ જિલ્લો અતિશય ઉંચો જોખમી ભૂકંપના ૫માં ઝોન હેઠળ આવેલ છે.
છેલ્લા ૨૦૦ વર્ષમાં રાજયે ૯ વખત ૧૮૧૯, ૧૮૪૫, ૧૮૪૮, ૧૮૬૪, ૧૯૦૯, ૧૯૩૮ અને ૨૦૦૧માં મોટા ભૂકંપો સહન કર્યા છે જેમાં કચ્છનો ભૂકંપ બે સદીઓ પૈકી ત્રીજો સૌથી મોટો અને બીજા ક્રમનો વિનાશકારી ભૂકંપ હતો.
એક જાગૃત નાગરિકે આગોતરી તૈયારી માટે ભરવાના પગલા અને જાણકારીઓ અહીં રજુ કરી છે.

  1. કુટુંબના સભ્યોને ભૂકંપની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરો.
  2. ભૂકંપ સલામતી ધોરણો મુજબ નવા બાંધકામો કરવા.
  3. તમારા પરિવાર અને ઘરની સલામતી જાળવો.
  4. પ્રાથમિક સારવારની તેમજ ફાયર સેફટી અંગેની મુળભૂત તાલીમ મેળવો.
  5. કાચની બારીઓ પાસે સુવાની વ્યવસ્થાઓ રાખવી નહીં.
  6. પથારી પાસે દિવાલ પર ફોટોફ્રેમ, અરીસો, કે કાચની વસ્તુઓ ટીંગાળવી નહીં.
  7. તમારા મહત્વના દસ્તાવેજ-પુરતા નાંણા અને જરૂરી સાધન સામગ્રી બેગમાં હાથ વગા રાખવા.
  8. ભૂકંપ પહેલા તમારા ઘરનો વીમો કરાવી રાખો.
  9. તમારી આસપાસના ખાસ કૌશલ્ય ધરાવતા જેવા કે મેડીકલ, ટેકનીકલ વગેરે લોકોની સુચી બનાવી રાખો જેથી જરૂર પડે આપદા સમયે તેમનો ઉપયોગ લઇ શકાય.
    ભૂકંપ સમયે રાખવાની સાવચેતી
  10. ગભરાવવું નહીં ગભરાવા દેવું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *